અમદાવાદ/વડોદરા : તાજેતરમાં જ રાજ્યના કેટલાક શહેરોમાં યુવાનોને ઘેલું લગાડનારી PUBG અને Momo ગેમ પર પોલીસ કમિશનર અને કલેક્ટર દ્વારા જાહેરમાં રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે જાહેરનામું પણ બહાર પડાયું હતું. આ જાહેરનામાના ભંગ બદલ શુક્રવારે અમદાવાદ અને વડોદરા શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાંથી 4-4 યુવકોની આ ગેમ રમવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં પોલીસે એક સરફરાજ શેખ નામના યુવકને PUBG ગેમ રમવા બદલ જાહેરનામાનો ભંગ કરવાના કારણોસર ધરપકડ કરી હતી. અમદાવાદ શહેરનો આ પ્રથમ કેસ હતો. અમદાવાદમાં જ સેટેલાઈટ વિસ્તારમાં પોલીસે 3 યુવકોને જાહેરમાં PUBG ગેમ રમતા પકડી પાડ્યા હતા. સેટેલાઈટ પોલીસે તેમની પાસેના મોબાઈલ ફોન કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં PUBG ગેમ જાહેરમાં રમવા પર પ્રતિબંધ મુકતા જાહેરનામા પછી આ બીજો કેસ નોંધાયો છે. 


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ગુજરાતની સ્થાપનાથી 2014 સુધીની લોકસભા ચૂંટણીઓ


આ અગાઉ, રાજકોટ શહેરમાં પણ પોલીસે અનેક યુવકોની જેહારમાં PUBG ગેમ રમવા બદલ ધરપકડ કરી હતી. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...