ગુજરાત : શાળામાં વિદ્યાર્થીઓને પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર રાજ્યા શિક્ષણ વિભાગે જાહેર કર્યો છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે પબજી ગેમ ન રમવા અંગે રજૂઆત કરી હતી. જેને શિક્ષણ વિભાગે ધ્યાને લઈને પરિપત્ર જાહેર કરી પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ શાળામાં વિદ્યાર્થીઓને પબજી ગેમ ન રમવાના પાઠ શીખવવા શિક્ષકોને સૂચના આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના યુવાનો, ટીનેજર્સ તથા નાની વયના બાળકોને પણ પબજી ગેમનું ઘેલું લાગ્યું છે. જેની વિપરીત અસર તેમના પર થઈ રહી છે. ગેમ રમનારાઓ આ રમતમાં એવા તો ખોવાઈ જાય છે કે, તેમને સમયનું ભાન રહેતુ નથી. તેમને આસપાસની દુનિયાનું ભાન પણ રહેતું નથી. બાળકો તથા યુવાનોને આ બાબતની લત લાગી જાય છે, અને તેમના માટે ગેમની લતમાઁથી બહાર આવવું બહુ જ મુશ્કેલ બની જાય છે. તેથી રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે પબજી ગેમ પર પ્રતિબંધ મુકવા પરિપત્ર જાહેર કર્યો છે. 


આ મામલે શિક્ષણ વિભાગે ગેમથી થતા નુકશાનને પણ ધ્યાને લીધા છે. પબજી ગેમથી થતા નુકશાનના પાઠ પણ શિક્ષકો બાળકોને શીખવે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરી સ્કૂલમાં જાણ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે દરેક સ્કૂલને આદેશ કરવામાં આવશે કે, શિક્ષકો બાળકોને પબજી ગેમ ન રમવા માટે કેળવણીના પાઠ ભણાવશે.


પબજી ગેમથી થતા નુકશાન
પબજી ગેમમાં એવુ પણ જોવા મળ્યું છે કે, બાળકો ગેમમાં લોકોને મારતા હતા. તેથી આ આદત છોડવા માટે કોને મારવા તેવા પણ બાળકો પ્રશ્નો પૂછતા હતા. રિયલ લાઈફમાં ભીડવાળી જગ્યામાં કેટલી જગ્યા પર મારી શકાય તેવું પણ બાળકો વિચારતા થયા હતા. આ ગેમ વાયોલન્સને પ્રમોટ કરે છે. કોઈ પણ ગેમની સાયકોલોજી હોય છે કે, કયો ફીચર મૂકવાથી વ્યક્તિ ગેમ વારંવાર રમે. તેથી ગેમ એવી રીતે ડિઝાઈન કરાઈ છે. તે એક ગેમ નથી પણ ફિનોમીના છે. તે પબ્લિક અનનોન બેટલ ગ્રાઉન્ડ ગેમ છે. તે સ્ટ્રેટેજી ગેમ છે. તે કોઈ નવી વસ્તુ નથી. બાળકો હવે પબજી રમ્યા વગર પોતાના રોજિંદા કામ નથી કરી રહ્યા તેવું પણ જોવા મળી રહ્યું છે. 14, 15, 22 કલાક પબજી રમનારા બાળકો પણ જોવા મળી રહ્યા છે. આ બાળકો પાસેથી મોબાઈલ કે ઈન્ટરનેટ લઈ લેવાય તો તેઓ પેરેન્ટ્સને પોતાની જિંદગીની વિલન માને છે. તેનાથી બાળકોમાં ચીડિયાપણું, ગુસ્સો આવે છે. ક્યારેક તેઓ માતાપિતા પર હુમલો પણ કરે છે.