મુસ્તાક દલ/જામનગર: જામનગર તાલુકાના સપડા ગામે પાંચ વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા છે તેને ચિત્રકૂટ ધામ તલગાજરડા હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે પૂજ્ય મોરારી બાપુએ 15-15 હજાર સંવેદના સાથે મોકલાવ્યા છે અને તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓગસ્ટમાં ગુજરાત પર આવશે મોટું સંકટ; ગુજરાતીઓ સાવધાન થઈ જજો,અંબાલાલ પટેલની ઘાતક આગાહી



જાણો શું બની હતી સમગ્ર ઘટના?
જામનગરના સપડા ડેમમાંથી એક માઠા સમાચાર મળ્યા હતા. સપડા ગામ નજીક સપડા ડેમમાં નાહવા પડેલા પાંચ લોકો ડૂબ્યા હોવાની વાત સામે આવી હતી. આ દુર્ઘટનામાં બે મહિલા અને બે પુરુષોના મોત નિપજ્યા હતા. જ્યારે પાણીના ડુબેલા એક વ્યક્તિની હજુ શોધખોળ ચાલું હતી. પરંતુ છેલ્લે મળતી માહિતી પ્રમાણે, પાંચેય લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાંચેય મૃતદેહ બહાર કાઢીને પી.એમ. અર્થે ખસેડાયા હતા.


નિયમમાં રહેજો! ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસ સક્રિય! ભાવનગરમાં નોંધાયા 1000થી વધુ કેસ


આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કરવાની કામગીરી શરુ કરી હતી. ફાયર વિભાગે 5 વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જો કે, હજુ પણ એક વ્યક્તિની શોધખોળ પાણીમાં કરવામાં આવી રહી હતી. 5 લોકોના અચાનક મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તો બીજી તરફ નદી કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આમ એક જ પરિવારના પાંચ લોકોના અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.



રોક સકો તો રોક લો સરકાર : ગુજરાત પોલીસને સીધી ચેલેન્જ ફેંકતા Reels ના રસિયા


એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી અને સિંધિ ભાનુશાળી પરિવારમાં માતમ છવાયો હતો. ફરવા ગયેલા પરિવારજનો પરત ન ફરતાં સ્વજનો પર આભ ફાટી પડ્યું છે. દુર્ઘટનાની જાણ થતાં તેમના ઘરે સ્વજનો સહિતના લોકોના ટોળા વળ્યા હતા.