અમદાવાદ : શહેરમાં 26 જુલાઇ 2008 ના દિવસે થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઇ ચુક્યો છે. કોર્ટે 78 માંથી 49 આરોપીઓની UAPA હેઠળ દોષિત ઠેરવી દીધા છે. આ કેસમાં શંકાના આધારે 29 આરોપીઓને હાઇકોર્ટ દ્વારા છોડી દેવામાં આવ્યા હતા. જો કે 49 દોષિતો માટેની સજાની આજે 10.45 વાગ્યે સિટી સિવિલ કોર્ટમાં સુનાવણી ચાલુ થઇ હતી. તમામ આરોપીઓને જેલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત મકાન માલિકની પત્નીની છેડતીનો ઠપકો આપનાર યુવકના 7 ઘા મારી મિત્રની હત્યા


આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી રજુ કરાયા હતા. આરોપી પક્ષ દ્વારા દોષીતોની મેડિકલ, શૈક્ષણિક લાયકાત અને ઘરની પરિસ્થિતિ અંગેની વિગતો કોર્ટમાં રજુ કરી હતી. જો કે આજે દોષિતો વિરુદ્ધની સુનાવણી પુર્ણ થઇ ચુકી છે. કોર્ટે આરોપીઓનો પક્ષ સાંભળ્યો છે. હવે સોમવારે વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે. 


ઘરના ભુવા ને ઘરના ડાકલા: AK47 ના પાર્ટ્સ બિનકાયદેસર રીતે બનાવતા આરોપી ઝડપાયા


અમદાવાદમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સજા અંગેની આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઇ હતી. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77 પૈકી 51 આરોપીઓ બંધ છે. તમામ આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર રહ્યા હતા. સમગ્ર મુદ્દે સોમવારથી સજા ફટકારવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, આ બહુપ્રતિક્ષિત ચુકાદા અંગે સમગ્ર રાજ્ય લાંબા સમયથી રાહ જોઇ રહ્યું છે.