ગુજરાતના ડુંગળીના ખેડૂતોની સમસ્યા દૂર કરવા પંજાબના મુખ્યમંત્રી માને કરી મોટી જાહેરાત
Delhi-Punjab Buy Gujarat Onion : ભગવંત માન ભાવનગરમાં આયોજિત 201 કન્યાઓના સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યારે તેઓને ભાવનગરના ખેડૂતોની સમસ્યાની જાણ થઈ હતી. તેથી તેઓ તાત્કાલિક ખેડૂતોને મળવા પહોંચ્યા હતા અને તેમની પાસેથી ડુંગળી ખરીદવાનો વાયદો કર્યો
Onion Politics: ભાવનગરમાં ડુંગળીના ખેડૂતો પરેશાન છે, તેઓને મહામૂલી ખેતીના પૂરતા ભાવ માર્કેટમાં મળી નથી રહ્યાં. ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાવનગરના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાની જાહેરાત કરી છે. ભાવનગરમાં એક સમૂહ લગ્ન સમારોહમાં હાજરી બાદ ભગવંત માને ખેડૂતો સાથે મુલાકાત કરીને કહ્યું કે, પંજાબની સાથે સાથે દિલ્હી સરકાર પણ ગુજરાતના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદશે. તેથી ખેડૂતો પોતાના ડુંગળીના પાકને નષ્ટ ન કરે .
ગુજરાતના રાજકારણમાં હવે ડુંગળીની એન્ટ્રી થઈ છે. આ કારણે આમ આદમી પાર્ટી ફરીથી માર્કેટમાં આવી છે. એક દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રવિવારે ડુંગળીના ખેડૂતોને આશ્ચાસન આપતા કહ્યું કે, તેઓ પોતાની ડુંગળીની ખેતીને નષ્ટ ન કરે. દિલ્હીની સરકાર ગુજરાતના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદશે. ભગવંત માન ભાવનગરમાં આયોજિત 201 કન્યાઓના સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યારે તેઓને ભાવનગરના ખેડૂતોની સમસ્યાની જાણ થઈ હતી. તેથી તેઓ તાત્કાલિક ખેડૂતોને મળવા પહોંચ્યા હતા અને તેમની પાસેથી ડુંગળી ખરીદવાનો વાયદો કર્યો હતો.
આ પણ વાંચો :
આ તો કળજુગ છે કળજુગ... સુરેન્દ્રનગરમાં બાળકીના મૃતદેહ સાથે કરાયું દુષ્કર્મ
ફરી અમરેલીની ધરા ઘ્રૂજી, 3.3 તીવ્રતાનો ભૂકંપના આંચકો આવતા લોકો ઊંઘમાંથી ઉઠી દોડ્યા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાતના ખેડૂતોને એવા સમયે ડુંગળી ખરીદવાનું આશ્વાસન આપ્યું છે, જ્યારે રાજ્યમાં વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યાં. આ કારણે તેઓ લાંબા સમયથી પરેશાન છે. ખેડૂતોનું કહેવું છે કે, ડુંગળીની ખેતીનો જે ખર્ચ છે તે પણ તેમને મળી નથી રહ્યું. 20 કિલો ડુંગળીના ઉત્પાદન પર 250 રૂપિયાનો ખર્ચ આવે છે. જેના અવેજમાં ખેડૂતોને માત્ર 100 થી150 રૂપિયા મળી રહ્યાં છે. જેનાથી ખેડૂતોને પ્રતિ એકર અંદાજે 20 હજારનું નુકસાન થઈ રહ્યું છે. જે રીતે મહારાષ્ટ્રના લાસલગાંવને ભારતની ડુંગળીની રાજધાનીના રૂપમાં ગણવામાં આવે છે. તે રીતે ડુંગળીના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રને ગુજરાતનું પાટનગર કહેવાય છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળીની ખેતી થાય છે.
રાજનીતિમાં ગરમાવો આવશે
ભાવનગરના ખેડૂતો ડુંગળી ન વેચાવાથી પરેશાન છે, ત્યારે ભગવંત માનની જાહેરાતથી તેમને ફાયદો મળી શકે છે. ત્યારે આ મુદ્દે ગુજરાતમાં રાજનીતિમાં ગરમાવો આવી શકે છે. ભગવંત માને ખેડૂતો સાંત્વના આપી કે, તેઓ આ મુદ્દા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ વાત કરશે. પરંતુ મારી અપીલ છે કે, ખેડૂતો પાકને નષ્ટ ન કરે. સૌરાષ્ટ્રનું પ્રમુખ ગોંડલ માર્કેટ યાર્ડ અને રાજ્યમાં પણ નંબર પહેલા નંબર પર છે.
આ પણ વાંચો :
આ વસ્તુની આખું વર્ષ રહે છે માંગ, બિઝનેસ કરશો તો ક્યારેય પાછું વળીને જોવું નહિ પડે
પોતાનો ધંધો શરૂ કરવો છે, પણ રૂપિયા નથી તો સરકારની આ સ્કીમનો ઉઠાવો લાભ