પબજીની રમતમાં દિલ દઈ બેઠી... યુવતી સીધી અમદાવાદી યુવકના ઘરે આવી પહોંચી
Ahmedabad News : પંજાબના એક પરિવારની યુવતી ગાયબ હતી, તેનો પરિવાર તેને શોધતો શોધતો અમદાવાદ પહોંચ્યો. ત્યારે ખબર પડી કે, દીકરી પબજી રમતા રમતા અમદાવાદના યુવકના પ્રેમમાં પડી હતી, અને અહી આવી ગઈ છે
Online Love : આજકાલ ચારેતરફ ઓનલાઈન પ્રેમના કિસ્સા ચર્ચામાં છે. એક યુવતી પ્રેમ ખાતર પાકિસ્તાનથી ભારત આવી ગઈ, અને બીજી પાકિસ્તાની યુવકના પ્રેમમાં ભારતથી પાકિસ્તાન પહોંચી ગઈ. આવામાં એક ખતરનાક કિસ્સો બન્યો છે. પબજીની રમત રમતમાં એક પંજાબી યુવતી ગુજરાતી યુવકને દિલ દઈ બેઠી અને પબજીનો પ્રેમ પંજાબી યુવતીને ગુજરાત ખેંચી લાવ્યો. પાકિસ્તાની સીમાની જેમ પંજાબની યુવતી પબજી રમતા રમતા અમદાવાદના કૃષ્ણનગરના રહેવાસી યુવકના પ્રેમમાં પડી.
આ કિસ્સાની વાત કરીએ તો, સાચે જ કહી શકાય કે પ્રેમના કોઈ સીમાડા નથી હોતા. પાકિસ્તાનની ત્રણ સંતાનોની માતા સીમા હૈદરને પબજી રમતા રમતા ભારતના સચીન સાથે પ્રેમ થઈ જાય છે. પંજાબની એક યુવતી પબજી રમતા રમતા અમદાવાદના કૃષ્ણનગરના એક યુવકના પ્રેમમાં પડીને ગુજરાત આવી ગઈ. હાલ યુવતી યુવક સાથે તેના ચાલીના મકાનમાં રહે છે. આ કિસ્સામાં પણ યુવતી યુવક કરતા ઉંમરમાં મોટી છે. યુવતીના પરિવારજનો તેને શોધતા શોધતા ગુજરાત આવી ચઢ્યા હતા. પરંતુ યુવકની ઉંમરમાં હજી 21 વર્ષ થવાના બાકી છે. તેથી હાલ બંને લગ્ન કરી શકે તેમ નથી.
ઓગસ્ટના આ દિવસોમાં પડેલા વરસાદનું પાણી સાચવી રાખજો, ગંગાજળ જેવું પવિત્ર હોય છે
બન્યું એમ હતું કે, પંજાબના એક પરિવારની યુવતી ગાયબ હતી, તેનો પરિવાર તેને શોધતો શોધતો અમદાવાદ પહોંચ્યો. ત્યારે ખબર પડી કે, દીકરી પબજી રમતા રમતા અમદાવાદના યુવકના પ્રેમમાં પડી હતી, અને અહી આવી ગઈ છે. યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, તેમની દીકરીને ફસાવવામાં આવી છે.
તો બીજી તરફ, કૃષ્ણનગરની એક ચાલીમાં રહેતો યુવક મધ્યમવર્ગીય પરિવારનો છે. જે નાનુ-મોટું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા કેટલાક સમયથી તે ઓનલાઈન પબજી ગેમ રમતો હતો, જેમાં તે પંજાબી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. એક દિવસ યુવતીએ યુવક સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો, અને યુવકે તેને સ્વીકારી લીધો. પછી તો શું, યુવતી લગ્ન માટે સીધી તેના ઘરે પહોંચી ગઈ.
વિધાનસભાની ટિકિટ આપવાનુ કહી પાટીદાર નેતા પાસેથી અઢી કરોડ ખંખેરનાર કોણ? પોલીસ ચૂપ
યુવતીના અણધાર્યા આગમનથી યુવકના પરિવારજનો ચોંકી ગયા હતા. પરંતું બાદમાં તેણે ઘરમાં બધી વાત કરતા તેઓએ યુવતીના પરિવારજનોને જાણ કરી હતી.