Gujarat Monsoon 2024: રૌદ્ર બનેલી પૂર્ણા નદીએ નવસારીમાં પુર ઓસર્યું હતું. ખાસ કરીને નદી કાંઠાના ખેતરોમાં 10 થી 15 ફૂટ પાણી ભરાઈ જતા ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે. જિલ્લાના મુખ્ય પાક ડાંગર અને શેરડી સહિત અન્ય બાગાયતી પાકો અને શાકભાજી પાકોમાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલનો ભયાનક વરતારો! ગુજરાતના ખેડૂતોને આપી ચેતવણી, બની શકે છે ગંભીર સ્થિ


નવસારી અને ઉપરવાસના જિલ્લામાં ગત ગુરૂવારની રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ગત શુક્રવારે નવસારીમાંથી પસાર થતી લોકમાતા પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. 2004 બાદ પૂર્ણામાં આવેલા પુરે મોટી તારાજી સરજી છે. નવસારી શહેર સહિત તાલુકાના 14 ગામડાઓમાં પૂરના પાણી ભરાઈ જતા લોકોને હાલાકી બેઠવી પડી હતી. ખાસ કરીને પૂર્ણાના કાંઠાના ખેતરોમાં 10 થી 15 ફૂટ પાણી ભરાઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોડિયો છીનવાઈ ગયો છે. 


ડ્રગ્સ વિરુદ્ધ લડતમાં 'માનસ' એક મોટું પગલું, સમગ્ર દુનિયામાં છવાયો છે પેરિસ ઓલિમ્પિક


નવસારીના કુરેલ ગામને ત્રણ તરફ પૂર્ણ નદી લાગે છે. જેથી આ ગામની મોટાભાગની ખેતી જમીન પૂર્ણાના કિનારે આવેલી છે. અંદાજે 100 વિઘાના ખેતરોમાં પૂરના પાણી ભરાતા શેરડી, કેળા, કેરીના બાગાયતી પાકને અંદાજે 80 ટકા નુકસાન થયું છે. જ્યારે શાકભાજીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. ત્યારે સરકાર યોગ્ય સર્વે કરી યોગ્ય વળતર ચૂકવે તેમજ સહકારી મંડળીઓ થકી ચાલતી સુગર ફેક્ટરીઓ શેરડીની વહેલી કાપણીમાં ખેડૂતોને મદદરૂપ થાય એવી આશા ખેડૂતો રાખી બેઠા છે. 


14 દિવસ સુધી ખાંડ ન ખાવાથી શરીરમાં શું થશે, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ?


બીજી તરફ પૂર્ણાના પુર ઓસરીયા બાદ ખેતીવાડી અને બાગાયતી વિભાગ દ્વારા ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કુરેલ ગામે ખેતીવાડી અને બાગાયતી અધિકારીઓએ પહોંચીને ખેડૂતોના ખેતરોમાં જઈ તેમને થયેલા નુકસાન અંગેનો ક્યાસ કાઢ્યો હતો. 


ઈઝરાયેલ પર ફરી ઘાતક હુમલો, PM નેતન્યાહૂએ લાલચોળ થઈ કહ્યું- કબર ખોદી નાખીશ