યોગીન દરજી/ખેડા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પ્રચાર-પ્રસાર ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતની એક માત્ર નગરપાલિકા કે જ્યાં સમાજવાદી પાર્ટીએ ગત ટર્મમાં સત્તા મેળવી હતી, તેવી કઠલાલ નગરપાલિકાના ચૂંટણીના પ્રચાર માટે આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા કઠલાલ આવ્યા હતા. કઠલાલ ખાતે ચૂંટણી સભા સંબોધી રહેલા રૂપાલાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આજે વિરોધ પક્ષનો નામોનિશાન જોવા મળતું નથી. દિલ્હી કે જે દેશની રાજધાની છે ત્યાં પણ કોંગ્રેસ કે વિરોધ પક્ષ જડતો નથી. ત્યારે ઉત્તર પ્રદેશમાંથી આવેલી સાઈકલ કઠલાલમાં ફરે તે નવાઈની વાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MORBI: કોંગ્રેસ આગેવાન પર જીવલેણ હૂમલો, વિરોધ માટે મૌન રેલીને તંત્ર દ્વારા મંજૂરી જ ન અપાઇ


આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ચિનહા પર મત આપી ભાજપને વિજય બનાવવા માટે રૂપાલાએ મતદારોને જણાવ્યું હતું. covid 19 ના સમયે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશને જે રીતે મહામારીમાંથી બહાર કાઢ્યો છે તે જોતા ભારતીય જનતા પાર્ટીને જ મત આપવામાં આવે તેવી વિનંતી રૂપાલાએ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સમાજવાદી પાર્ટી એક માત્ર જગ્યાએ કઠલાલ નગરપાલિકા કબ્જે કરવામાં સફળ રહી હતી. તે સિવાય ક્યાંય પણ તેમના ઉમેદવારો જીત્યા નહોતા.


Surat: હીરા વેપારીને રસ્તા વચ્ચે રોકીને માર માર્યા બાદ તેની જ ગાડી લઇને ફરાર થઇ ગયા


રૂપાલા પોતાની ગામઠી ભાષામાં આકરા પ્રહારો કરવા માટે જાણીતા છે. તેથી જ તેમનો સમાવેશ સ્ટાર પ્રચારકોની યાદીમાં કરવામાં આવ્યો છે. આ સભામાં પણ તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં પણ સાયકલો ભંગારનાં ભાવે વેચાઇ રહી છે. ત્યારે ગુજરાતમાં આટલે દુર આ ભંગાર ચાલે તે થોડુ વિચિત્ર લાગે. ભાજપ સરકાર દ્વારા જે પ્રકારનાં કામગીરી કરવામાં આવી રહી છે તે જોતા આ વખતે તમામ પાલિકાઓ અને તમામ પ્રદેશમાં ભાજપનાં ઉમેદવારોની જીત નિશ્ચિત છે. કઠલાલનાં લોકો પણ વિકાસની સરકારને મત આપે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube