ગુજરાતની પ્રથમ એવી બેઠક જ્યાં લોકસભામાં ચાર પાર્ટીના ઉમેદવારો મેદાનમાં ઉતરશે
Bharuch Loksabha Seat : ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ સર્જાવાની સ્થિતિ, ચૈતર વસાવા અને મનસુખ વસાવા પહેલાથી જ મેદાનમાં છે, અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ અહી ચૂંટણી લડવાની જાહેરાત કરી, તો છોટુ વસાવાનું નવું સંગઠન પણ ચૂંટણીમાં ઉતરશે
Loksabha Election જયેશ દોશી/નર્મદા : ભરૂચ લોકસભાની ચૂંટણીમાં નવા ઉમેદવારોની એન્ટ્રી થતાં રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળી થયો છે. ભરૂચ બેઠક લોકસભા 2024 ની ચૂંટણીમાં ગુજરાતની પ્રથમ એવી બેઠક બની છે, જેમાં ચતુષ્કોણીય જંગ જોવા મળવાનો છે. કેમકે અત્યાર સુધી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મનસુખ વસાવા અને ઈન્ડિયા ગઠબંધનાં આપનાં ઉમેદવાર ચૈતર વસાવા બે વચ્ચે જંગ જામ્યો હતો. પરંતુ હવે AIMIM અને છોટુ વસાવા પણ મેદાનમાં આવ્યા છે.
હવે ચૂંટણીની તારીખો નજીક આવતા છોટુભાઈ વસાવાએ પણ પોતાની નવી પાર્ટીનો ઉમેદવાર મૂકશે અને હવે AIMIM પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારવાની જાહેરાતને લઈને ભરૂચ બેઠક પર ચાર ઉમેદવારો થયા છે. ત્યારે હવે ભરૂચ બેઠક પર બીજા અપક્ષ કેટલા આવે છે એ જોવું રહ્યું. જોકે સાંસદ મનસુખ વસાવા એ આવી ગમે તેટલી પાર્ટીઓ આવે પંરતુ ભાજપની ગાદી મજબૂત છે. મોદી સરકાર નું કામ બોલે છે. આંતરિયાળ ગામોમાં પણ અમે કામ કયું છે એવી વાત કરી આપ અને aimim પર પ્રહાર કર્યો છે.
ગુજરાતમાં પાટીલની પ્રગતિ કોને ખૂંચી : કોણ નથી ઈચ્છતું કે પાટીલ દિલ્હી પહોંચે
બીજી બાજુ આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, AIMIM અમને મત તોડવાના પ્રયાશે ઉમેદવાર મૂકે છે, અને એ ભાજપની સી પાર્ટી છે. પણ અમે એમની સાથે વાત કરી કહીશું કે ગઠબંધનમાં AIMIM છે અને અહીં કોઈ હલ કાઢીશું. અહીં વિધાનસભા આગળ હોવાથી મનસુખભાઇની સરસાઈ મળે તેમ નથી, અમે યુવા છે, એમનું વર્ચસ્વ હવે પાર્ટી નક્કી કરે છે અને અમેજ અમે જ જીતીશું. આમ ભરૂચ લોકસભા બેઠક પર હાલ ખરાખરી જંગ જામશે એ વાત પાકી છે.
હાલમા જ ગુજરાતમાં હવે AIMIM લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. ગુજરાતની બે બેઠક પર AIMIM ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે. જેમાં ભરૂચ અને ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડશે. આમ, બે બેઠકથી ઓવૈસીની પાર્ટી ગુજરાત લોકસભાના મેદાનમાં ઉતરશે.
ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકાનું કૌભાંડ : સિક્યુરિટી ગાર્ડની ડબલ ડ્યુટી, ઓનપેપર 3
તો બીજી તરફ, દીકરો બીજેપીમાં જતા છોટુભાઈએ નવા સંગઠનની જાહેરાત કરી છે. તેઓ ભરૂચથી ચૂંટણી લડે તેવા એંધાણ છે. છોટુ વસાવા દ્વારા ભારત આદિવાસી સેના નામના નવા સંગઠનની સ્થાપના કરાઈ છે. જેમાં આગામી દિવસોમાં હોદ્દેદારોની વરણી કરાશે.
હાલમાં જ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે.
ઔવેસીની એન્ટ્રી પર મનસુખ વસાવાનું નિવેદન
ભરૂચ લોકસભા બેઠક પર ઓવેસી અને છોટુભાઈ વસાવાએ ઉમેદવાર મુકવાની વાત પર સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ઔવેસી અને આપ એક જ પાર્ટી છે, ભાજપને ઔવેસી અને છોટુભાઈ વસાવાની પાર્ટીની એન્ટ્રીથી કોઈ નુકસાન થવાનું નથી. ભરૂચ બેઠક પર મોટા નામવાળા માણસો હશે તો પણ ભાજપને કોઈ ફેર પડવાનો નથી. 5 લાખની લીડથી ભાજપ ભરૂચ લોકસભા બેઠક જીતવાનું છે. આદિવાસીઓના હક માટે ભાજપે ખૂબ કામો કર્યા છે જેને કારણે પ્રજા બીજેપી સાથે રહેશે.
Gujarat Model : સરકારના કાન સુધી નથી પહોંચતો ગુજરાતના આ ગામના લોકોનો અવાજ