`વડોદરામાં જો ટેસ્ટિંગ વધે તો કોરોનાની સંખ્યા વધશે`
રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળી રહ્યાં છે અને ત્યારબાદ સુરતનો ક્રમ આવે છે જેની સરખામણીમાં વડોદરામાં કોરોનાના કેસને લઈને મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાએ ગંભીર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે અમદાવાદ અને સુરતની સરખામણીમાં વડોદરામાં ખુબ ઓછા ટેસ્ટિંગ થાય છે. વડોદરામાં જો ટેસ્ટિંગ વધશે તો કોરોનાના કેસોની સંખ્યા પણ વધશે.
રવિ અગ્રવાલ, વડોદરા: રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળી રહ્યાં છે અને ત્યારબાદ સુરતનો ક્રમ આવે છે જેની સરખામણીમાં વડોદરામાં કોરોનાના કેસને લઈને મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાએ ગંભીર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે અમદાવાદ અને સુરતની સરખામણીમાં વડોદરામાં ખુબ ઓછા ટેસ્ટિંગ થાય છે. વડોદરામાં જો ટેસ્ટિંગ વધશે તો કોરોનાના કેસોની સંખ્યા પણ વધશે.
મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના જણાવ્યાં મુજબ અમદાવાદ અને સુરતની સરખામણીમાં વડોદરામાં ખુબ ઓછા ટેસ્ટિંગ થાય છે. જો વડોદરામાં ટેસ્ટિંગ વધે તો કેસની સંખ્યા પણ વધશે. તંત્ર પાસે ટેસ્ટિંગ કિટ જ નથી. તેમણે કહ્યું કે વડોદરામાં જો ટેસ્ટિંગ નહીં વધારવામાં આવે તો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વિકટ બનશે. તેમણે કહ્યું કે મે છેલ્લા 15 દિવસથી આ વાતને ઉજાગર કરી છે કે આપણી પાસે ટેસ્ટિંગ કિટ ઓછી છે.
વધુ વિગતો માટે જુઓ VIDEO
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube