ઝી ન્યૂઝ/પાટણ: પાટણના રાધનપુરમાં આજે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાધનપુરથી બઘવડ રોડ પર ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની માહિતી રહી છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ઘાયલોને 108 મારફતે રાધનપુર રેફરલમાં ખસેડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે પાટણના રાધનપુરથી બઘવડ રોડ પર એક ડમ્પરે રીક્ષાને અડફેટે લીધી હતી, જેમાં ડમ્પરે રીક્ષાને કચડતા 3 લોકોના કમકમાટીભર્યા મોત થયાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. રાધનપુર -ભાભર રોડ પર અક્સમાત સર્જાતા ભારે ટ્રાફિક જામ થયો હતો . 


ઘાયલને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ગંભીર અકસ્માત સર્જાતા આપ્સ્સાના લોકો કૂતુહલવશ ઘટના સ્થળે  ઉમટયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube