પ્રેમલ ત્રિવેદી/ પાટણ: રાધનપુર (Radhanpur) કોંગ્રેસના ધારાસભ્યએ (Congress MLA) કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. રાધનપુરના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત દરમિયાન ધારાસભ્ય રઘુ દેસાઈએ (MLA Raghu Desai) સરકારની કોરોના ગાઈડલાઈનનો (Corona Guidelines) ભંગ કર્યો છે. જો કે, આ મામલે ધારાસભ્ય રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે, મને બદનામ કરવા કોઈએ મારા જૂના અને નવા વીડિયો વાયરલ (Viral Video) કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સહિત દેશમાં કોરોના મહામારીનો (Corona Pandemic) કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોરોનાને લઇ સરકાર દ્વારા ગાઈડલાઈન (Corona Guidelines) જાહેર કરવામાં આવી છે. ત્યારે રાધનપુરના ધારાસભ્ય (Radhanpur MLA) દ્વારા આ ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો છે. રાધનપુર કોંગ્રેસના ધારાસભ્યએ (Congress MLA) કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત દરમિયાન ધારાસભ્ય રઘુ દેસાઈએ (MLA Raghu Desai) નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા.


આ પણ વાંચો:- પાવાગઢ મંદિર હજુ આ તારીખ સુધી રહેશે બંધ, ચાંપાનેરમાં પણ મુલાકાતીઓની એન્ટ્રી પર રોક


રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) રઘુ દેસાઈએ સરકારની કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો છે. સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારની મુલાકાતમાં રઘુ દેસાઈ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું ન હતું. રઘુ દેસાઈ (MLA Raghu Desai) સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જોવા મળ્યા હતા. ધારાસભ્ય રઘુ દેસાઈ માસ્ક વગર તેમજ બે ગજની દુરીનો અભાવ જોવા મળ્યો હતો. આ અગાઉ પણ ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા કોરોનાના નિયમોનો ભંગ કરાયો છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના સંક્રમણ વચ્ચે ગાઈડલાઈનનો ભંગ ફરી કોરોનાને નોતરી શકે છે.



આ પણ વાંચો:- હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર એક્શન મોડમાં, BU પરમિશન વિનાની બિલ્ડીંગોને AMC એ કરી સીલ


જો કે, કોરોનાના નિયમોના ભંગ કરવા બદલ રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા પોતાના બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે રઘુ દેસાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને બદનામ કરવા કોઈએ મારા જૂના અને નવા વીડિયો વાયરલ કર્યા છે. રઘુ દેસાઈએ કહ્યું કે, મેં ગ્રામ્ય વિસ્તારમાં લોકો કોરોનાની રસી લેવામાં જાગૃત બને તે માટે મુલાકાત કરી હતી. કોરોના મહામારીમાં માત્ર રસી જ ઉપયા છે, તે માટે હું લોકોને મનાવવા ગયો હતો. સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 3 ટકા જેટલું જ રસીકરણ થયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube