રાધનપુર: પ્રચાર માટે ગયેલા એનસીપીના નેતા રેશમા પટેલના ભોજનમાં નિકળ્યું જીવડું
રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાં એનસીપીના પ્રચારમાં આવેલ સ્ટાર પ્રચારક રેશ્મા પટેલના જમવામાં જીવડુ આવ્યું હતું. રાધનપુરની ખ્યાતનામ હોટલમાં રેશમાં પટેલ જમવા ગયા ત્યારે મંગાવેલ ઓર્ડરના જમવામાંથી જીવડુ નીકળ્યું હતું.
પ્રેમલ ત્રિવેદી/પાટણ: રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાં એનસીપીના પ્રચારમાં આવેલ સ્ટાર પ્રચારક રેશ્મા પટેલના જમવામાં જીવડુ આવ્યું હતું. રાધનપુરની ખ્યાતનામ હોટલમાં રેશમાં પટેલ જમવા ગયા ત્યારે મંગાવેલ ઓર્ડરના જમવામાંથી જીવડુ નીકળ્યું હતું.
રેશ્મા પટેલના જમવામાંથી જીવડું નીકળવાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો. અગાઉ પણ અમદાવાદ ખાતે આજ બ્રાન્ડની હોટલમાંથી જીવડાં નીકળવાનો બનાવ બન્યો હતો. રેશ્મા પટેલે આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રીને આવી હોટલોમાં તપાસ કરવામાં આવે તેવી સોસીયલ મીડિયા દ્વારા કરી અપીલ પણ કરી હતી.
અમદાવાદ: ક્રાઇમ બાન્ચની ટીમ અંતે શિવમ અને વૃષ્ટિને લઇને અમદાવાદ પહોંચી
મહત્વનું છે, કે રાધનપુર વિધનાસભાના પર પેટા ચૂંટણીને લઇને અનેક પાર્ટીના નેતાઓ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને એનસીપીના સ્ટાર પ્રચારકો ફૂલ જોશમાં પોતાની પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે એનસીપીની સ્ટાર પ્રચારક રેશમા પટેલના ભોજનમાં જીવડુ નિકળ્યું હતું.
જુઓ LIVE TV :