ઉદયરંજન/અમદાવાદ : નરોડા પોલીસે RAFના કોન્સ્ટેબલ સહીત એક નકલી પોલીસ ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મીની ઓળખ આપી પ્રેમી પંખીડા પાસે પાસેથી તોડ કરતા હતા. બે પૈકી એક આરોપી વિરુદ્ધ આગાઉ પણ ચાર ગુના નોંધાયેલ છે. નરોડા પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ બંને શખ્સોના નામ છે અમિત નાગર(જમણે) અને ( ડાબી બાજુ ) યુનુસ રાણા. આ બંને શખ્સો સહીતના ચાર શખ્સો પૂર્વ વિસ્તારમાં હોટેલની બહાર વોચ ગોઠવીને બેસતા અને કોઈ પ્રેમી પંખીડા હોટેલમાંથી અંગત પળો માણીને જેવા જ નીકળતા હતા અને તેને થોડા આગળ જાય અને ઉભા રાખીને પોલીસ અથવા ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મીની ઓળખ આપી કેસ કરવાનો ડર દેખાડતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: મોડલ યુવતી સાથે દુબઇમાં બાંધ્યા શારીરિક સંબંધ, હવે યુવતીની માઁ પણ કરી રહી છે માંગ


પ્રેમી પંખીડા આબરૂ બચવા માટે અને પરિવારમાં કોઈ ને ખબર ન પડે એ માટેથી રોકડ રકમ આપી મામલો થાળે પડી દેતા હતા. ત્યારે ગઈ તારીખ 16/02/20 આવા જ એક પ્રેમી પંખીડાને ઉભા રાખવામાં આવ્યા હતા. જેની પાસેથી 30 હાજરની રોકડ પડાવી લીધી હતી. આ ફરિયાદ નોંધાતાની સાથે નરોડા પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. બે આરોપી અમિત નાગર અને યુનુસ રાણાને ઝડપી પાડયા હતા ત્યારે નરોડા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, અમિત નાગરે રીઢો ગુનેગાર છે. વર્ષ 2017 માં પણ શહેરકોટડા પોલીસ સ્ટેશન ના હાથે નકલી પોલીસના ગુનામાં ઝડપાય ચુક્યો છે. યુનુસ રાણાએ RAF એટલે કે રેપિડ એક્શન ફોર્સ વસ્ત્રાલ ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારે અન્ય ચાર શખ્સોની નરોડા પોલીસે શોધખોળ શરુ કરી છે.


ગુજરાત: કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સજ્જ, ઓડિસ સંપન્ન તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સની રચના


પોલીસનો દાવો છે કે, આ ગેંગે અંકે ગુના આચર્યા છે, પણ જે બદનામીના કારણે જાહેર નથી થયા ત્યારે નરોડા પોલીસની અપીલ છે કે, જે કોઈ આ ગેંગનું ભોગ બન્યું હોય તો નરોડા પોલીસનો સંપર્ક કરે. જે ફરિયાદ કે માહિતી આપશે તેનું નામ જાહેર નહિ કરવામાં આવે તેવી બાંહેધરી પણ પોલીસે આપી છે. હવે ગેંગની પૂછપરછમાં હજુ કેટલા ગુનાની કબૂલાત કરે છે એ તાપસ ના અંતે જ ખ્યાલ આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube