મેડિકલ માફિયાઓ સામે સરકાર નિ:સહાય, હવે આ દવાની કાળાબજારી, નાગરિકો પરેશાન
ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. હાલ તો ગુજરાતમાં સ્થિતી એવી છે કે, એક સાંધો ત્યાં 13 તુટે તેવી પરિસ્થિતી છે. ઓક્સિજન અને દાખલ થવાની સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યાં રાજકોટમાં હવે વધારે એક સમસ્યા પેદા થઇ છે. રાજકોટમાં હવે આપવામાં આવતી એન્ટી વાયરલ ડ્રગ ફેબીફ્લૂની અછત સર્જાઇ છે. રાજકોટમાં દર્દીઓના પરિવારજનો છેલ્લા બે ત્રણ દિવસથી દવા નહી મળી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. હાલ તો ગુજરાતમાં સ્થિતી એવી છે કે, એક સાંધો ત્યાં 13 તુટે તેવી પરિસ્થિતી છે. ઓક્સિજન અને દાખલ થવાની સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યાં રાજકોટમાં હવે વધારે એક સમસ્યા પેદા થઇ છે. રાજકોટમાં હવે આપવામાં આવતી એન્ટી વાયરલ ડ્રગ ફેબીફ્લૂની અછત સર્જાઇ છે. રાજકોટમાં દર્દીઓના પરિવારજનો છેલ્લા બે ત્રણ દિવસથી દવા નહી મળી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ડ્રગ્સ વિભાગ કોરોનાના દર્દીઓ માટે આ દવા પણ દર્દીઓનો સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નિવડી રહ્યો છે. કોરોના દર્દીઓને ઇન્જેક્શન ન લેવા પડે અને તબિયત ઝડપથી સુધરી જાય તે માટે મોટા ભાગનાં તબીબો ફેબીફ્લુ નામની ટેબલેટ લખી આપે છે. આ દવા રાજકોટમાં એકાદ અઠવાડીયામાં સરળતાથી દરેક મેડિકલમાં મળતી હતી. જો કે છેલ્લા થોડા સમયથી આ દવા ગાયબ થઇ ગઇ છે.
17 ટેબલેટ આશરે 1250 રૂપિયાની મળે છે. જો કે આ દવા નહી મળે તો તેની કાળાબજારી થાય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ઓક્સિજનથી માંડીને રેમડેસિવિર ઇન્જેક્શન જેવી અનેક વસ્તુઓનાં કાળાબજારી વધી રહી છે. સરકાર આ કળાબજારીને નાથવામાં સરેઆમ નિષ્ફળ નિવડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube