જામનગરમાં સગીર સાથે રેગિંગ : ન્હાવા જતો તો બાથરૂમની લાઈટ બંધ કરી દેવાતી
Jamnagar News : ઓશવાળ બોર્ડીંગ અને છાત્રાલયમાં સગીર વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો આરોપ... સ્કૂલના 3 છાત્રો શારિરીક-માનસિક ત્રાસ આપતા હોવાની નોંધાઈ ફરિયાદ...
Ragging Incidence મુસ્તાક દલ/જામનગર : જામનગરમાં સગીર વિદ્યાર્થી પર રેગિંગની ઘટનાને લઈને ખળભળાટ મચી ગયો છે. ભોગ બનનાર સગીરના પિતાએ બોર્ડીંગમાં રહેતા કોલેજના 3 છાત્રો, કન્વીનર, સંયોજક સહિત 7 વિરૂધ્ધ રેગીંગનો ગુનો નોંધવા એસપી સમક્ષ અરજી કરી છે. શારિરીક-માનસિક ત્રાસ આપ્યાની કથની પુત્રએ રડતા રડતા પિતા સામે રજૂ કરી હતી. સગીર ન્હાવા જાય ત્યારે બાથરૂમની લાઇટ બંધ કરી દેવાતી હતી. તેમજ હોસ્ટેલની બહાર માર મારવાની ધમકી સહિતની હેરાનગતિના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી વિશા ઓશવાળ બોર્ડીંગ અને છાત્રાલયમાં રહેતા સગીર છાત્રને કોલેજમાં અભ્યાસ કરતા અને બોર્ડીંગમાં રહેતા ત્રણ છાત્રો રૂમમાં બોલાવી કપડા ઉતારી બેલ્ટથી મારતા, ન્હાવા જાય ત્યારે બાથરૂમની લાઇટ બંધ કરી દેતા, હોસ્ટેલની બહાર માર મારવાની ધમકી સહિતની શારિરીક- માનસિક યાતના આપી રેંગીંગ કરતા હોવાની સગીર છાત્રના પિતાએ જિલ્લા પોલીસ વડાને અરજી કરતા ખળભળાટ મચી ગયો છે ત્યારે છાત્રો સહિત સંબંધિતો સામે ગુનો નોંધવા માંગણી કરી છે.
AMC નો કિલર બમ્પનો આઈડિયા ફેલ જતા હવે વાહનચાલકો ભોગ બનશે, ફટકારશે મોટો દંડ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં રહેતા અને ખેતી કરતા સગીરના પિતાએ એસપીને કરેલી અરજીમાં જણાવ્યાનુસાર તેનો 17 વર્ષનો સગીર પુત્ર જામનગર શહેરમા આવેલી એલ.જી.હરિયા સ્કૂલમાં ધો.12 માં અભ્યાસ કરતો હતો અને ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત વિશા ઓશવાળ બોર્ડીંગમાં વર્ષ-2021થી રહેતો હતો.
આ દરમ્યાન વર્ષ-2022માં દિવાળી પછી હોસ્ટેલમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ છાત્રો તેના સગીર પુત્રને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેનો પુત્ર ન્હાવા જાય ત્યારે બાથરૂમની લાઇટ બંધ કરી દેતા, પુત્રની ગેરહાજરીમાં તેના રૂમમાં પ્રવેશી ચીજ-વસ્તુ આધાપાછી કરી દેતા હતા. જેના કારણે વિધાર્થીના વાલીઓએ એસ પી સમક્ષ રજૂઆત કરી છે.
પાવાગઢ જંગલમાં બની નેચર રિફોર્મની અદભૂત ઘટના, નામશેષ થયેલો દુર્લભ છોડ આપોઆપ ઉગ્યો
જોકે રેગિંગની આ સમગ્ર ઘટના મામલે પીડિત સગીરના પિતા દ્વારા એસપી સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને બોર્ડિંગના કન્વીનર દ્વારા બિલકુલ નકારી કાઢી અને ખોટા આક્ષેપો ગણાવ્યા છે. અને આવી કોઈ ઘટના હોસ્ટેલમાં બની નથી તેવું નિવેદન આપ્યું છે. જ્યારે રેગિંગની ઘટનાને સંપૂર્ણપણે બોર્ડિંગના કનવિનર દ્વારા નકારી કાઢવામાં આવી છે.
મહેસાણાના ગોઝારીયાને અલગ તાલુકો બનાવવાનું ભૂત ફરી ધૂણ્યું, સરકાર પાસે પહોંચી દરખાસ્ત