અમદાવાદ: ગુજરાત ચૂંટણીમાં રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમાએ છે. રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે છે. પીએમ મોદી પોતે તાબડતોબ રેલીઓ કરી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ રાહુલ ગાંધી પણ કેટલાય દિવસોથી ગુજરાતનો સતત પ્રવાસ ખેડી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલીઓમાં કોંગ્રેસ પર એક પછી એક પ્રહાર કરી રહ્યાં હતાં ત્યારે કોંગ્રેસનો મોરચો ખુદ રાહુલ ગાંધીએ સંભાળ્યો. રાહુલે સોમનાથ મંદિર પહોંચીને પૂજા અર્ચના કરી. ભગવાના સોમનાથના આશીર્વાદ લીધા બાદ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું. કોંગ્રેસ ઉપાધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કરતા સત્તારૂઢ ભાજપ પાસે ગત ચૂંટણીમાં કરવામાં આવેલા વાયદાઓ પર જવાબ માંગ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભાજપના 22 વર્ષના શાસનનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે લોકો તેમની પાસે જવાબ માંગી રહ્યાં છે. આવાસના મુદ્દે સરકારને ઘેરતા તેમણે વડાપ્રધાન મોદીને પૂછ્યું કે શું ગુજરાતીઓને નવા ઘર આપવામાં બીજા 45 વર્ષ લાગશે? રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે 22 વર્ષોનો હિસાબ, ગુજરાત માંગે જવાબ.



રાહુલ ગાંધીએ પોતાની દલીલના સમર્થનમાં આંકડા રજુ કરતા કહ્યું કે ગુજરાતના હાલાત પર વડાપ્રધાનજીને પહેલો સવાલ: 2012માં વચન આપ્યું હતું કે 50 લાખ નવા ઘર આપીશું. પાંચ વર્ષમાં 4.52 લાખ ઘર બનાવ્યાં. પીએમ જણાવે કે આ વચન પૂરું કરવામાં હજુ 45 વર્ષ લાગશે?