Loksabha Election 2024: રૂપાલા છેલ્લા કેટલાક સમયથી તેમને કરેલા ક્ષત્રિય સમાજ પરના નિવેદનને લઇને વિવાદોથી ઘેરાયેલા છે. તેમણે કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી રહી છે. આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર વિવાદિત નિવેદન આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે રાજા મહારાજાઓ પર એક નિવેદન આપ્યું હતું. આ વિવાદિત નિવેદન બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


રાહુલ ગાંધીએ સભામાં કહ્યું હતું કે, 'રાજા-મહારાજાઓનું રાજ હતું જે પણ તેઓ ઈચ્છતા કરતા, કોઈની જમીન જોતી હોય તો ઉઠાવીને લઈ જતા હતા. હવે આ નિવેદનને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતાઓએ આડે હાથ લીધા છે.


રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો છે. સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા. પરંતુ કોંગ્રેસે તો જ્યારે ઈચ્છા થઈ ત્યારે કોંગ્રેસની સરકારે દેશને લૂંટ્યો.



કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેઓ રાજા-મહારાજાઓ વિશે ટિપ્પણી કરતા જોવા મળે છે. તેઓ કહે છે કે પહેલાં રાજા-મહારાજાનું શાસન હતું અને તેઓ જે ઇચ્છતા તે કરતા અને આદિવાસીઓ, દલિતો અને અન્ય પછાત વર્ગને અધિકારો મળતા ન હતા.