ગૌરવ પટેલ/અમદાવાદ :વિધાનસભા ચુટંણી માટે કોંગ્રેસના ચુંટણી પ્રચારનો આજથી શુભારંભ થશે. રાહુલ ગાંધી અમદાવાદમાં કાર્યક્રમ દ્વારા વિધાનસભાની ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરાવશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલન આયોજિત કરાયું છે. જેમાં રાહુલ ગાંધી બુથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપશે. રાહુલ ગાંધીનો આજનો ગુજરાત પ્રવાસ રાજકીય રીતે મહત્વનો ગણાઈ રહ્યો છે. શા માટે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મહત્વનો છે તેના કારણો અનેક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીના પ્રવાસથી શુ ફાયદા થશે


  • રાહુલ ગાંધી ગુજરાતમાં પાર્ટી અને કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરશે

  • ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી તૂટી રહી હોવાની સ્થિતિએ રાહુલ ગાંધી માર્ગદર્શન પૂરું પડશે

  • ગુજરાતમાં AAP ની સક્રિયતા વચ્ચે કોંગ્રેસે દમ દેખાડવો જરૂરી છે 

  • ભારત જોડો યાત્રા પૂર્વે ગુજરાતથી દેશને સંદેશ આપશે 

  • ગુજરાતમાં કોંગ્રેસની જમીન બચાવવાનો પ્રયાસ

  • કોંગ્રેસ ગુજરાતમાં ચુંટણી મુદ્દે ગંભીર હોવા મુદ્દે ઉભા થયેલા સવાલ સામે પ્રવાસ મહત્વનો


કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધીને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યાં છે, પરંતુ રાહુલ ગાંધી પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસોમાં લાગ્યા છે. તેઓ સતત બીજેપી પર શાબ્દિક પ્રહારોથી માહોલ બનાવી રહ્યાં છે. તેઓ આજે ગુજરાતમાં કોંગ્રેસના બૂથ સ્તરીય સંમેલનમાં સામેલ થશે. તેઓ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીની ભારત જોડો યાત્રા પહેલા આજે બૂથ સ્તરીય પાર્ટી કાર્યકર્તાઓની એક રેલીને સંબોધિત કરશે. તેના બાદ સાબરમતી આશ્રમ પહોંચશે. 


આ પણ વાંચો : પાણીને કોઈ સરહદ ને રોકે... પાકિસ્તાનના પ્રલયકારી પૂરના પાણી કચ્છમાં ઘૂસ્યા, સરહદ પર ચારેતરફ પાણી


રાહુલ ગાંધી સાબરમતી રિવરફ્રન્ટ બુથ સ્તરના નેતાઓને સંબોધન કરશે. કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને રાહુલ ગાંધી સંબોધશે. સભા બાદ સાબરમતી આશ્રમની રાહુલ ગાંધી મુલાકાત લેશે. અશોક ગેહલોત સહીતના કોંગ્રેસના દીગજ્જ નેતાઑ અને કાર્યકરો હાજર રહેશે. 


કોંગ્રેસે આ વર્ષના અંતમાં થનારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મહિના લાંબુ અભિયાન તૈયાર કર્યું છે. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ગુજરાત આવશે. પાર્ટીના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરવામ ાટે 15 સપ્ટેમ્બરનું લક્ષ્ય રાખ્યું છે. કોંગ્રેસ 182 માંથી 125 સીટ પર જીતની આશા વ્યક્ત કરી છે.