સુરત :રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સુરત (Surat) પહોંચ્યા છે. લોકસભાની ચૂંટણી (LokSabha Election 2019) દરમિયાન મોદી (Modi) સમાજ વિશે કરેલી ટિપ્પણી મામલે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી (Purnesh Modi) એ માનહાનિનો કેસ કર્યો હતો. જેના પગલે કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત આવ્યા છે. ત્યારે રાહુલ ગાંધી એરપોર્ટ (Surat Airport) પહોંચતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો (Gujarat Congress) એ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સુરતમાં રાહુલ ગાંધીની ગાડી પર પુષ્પવર્ષા કરાઈ હતી. ત્યારે રાહુલ ગાંધીએ પણ ગાડીમાંથી બહાર નીકળીને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે થોડી જ વારમાં તેઓ કાર્યવાહી પૂરી કરીને કોર્ટની બહાર નીકળ્યા હતા. હવે 10 ડિસેમ્બરે ફરી સુનાવણી થશે. જોકે, બીજી તરફ રાહુલ ગાંધીના વકીલ દ્વારા આગામી સુનવણીમાં કોર્ટમાં હાજર ન રહેવા અરજી કરી હતી. જે મંજૂર થઈ ગઈ છે. જેથી હવે આગામી સુનવણીમાં તેઓને હાજર રહેવાની જરૂર નહિ પડે. ત્યારે કોર્ટમાંથી નીકળીને તેઓ એરપોર્ટ જવા રવાના થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે લર્નિંગ લાયસન્સ માટે RTO સુધી લાંબા નહિ થવું પડે, ITIમાં થશે કામ


રાહુલ ગાંધીએ કહ્યું, મેં ગુનો કર્યો નથી
રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘મેં કોઈ ગુનો કર્યો નથી, તેથી હું કોઈ ગુનો કબૂલ કરતો નથી.’ આમ, તેમણે કોર્ટને ‘નોટ ગિલ્ટી’ કહ્યું હતું. બીજી તરફ રાહુલ ગાંધીએ હવે પછીની સુનાવણીમાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજી પણ કરી હતી. ફરિયાદી તરફથી રાહુલ ગાંધીને વકીલે કરેલી અરજીનો વિરોધ કરાયો હતો. જોકે, કોર્ટે આ અરજી મંજૂર રાખતા રાહુલે હવે કોર્ટના ધક્કા નહીં ખાવા પડે. ત્યારે હવે આગામી સુનવણી 10 ડિસેમ્બરે હાથ ધરાશે, ત્યારે આગામી સુનવણીમાં તેઓ સુરત કોર્ટમાં હાજરી આપવાની જરૂર નહિ પડે. 


દારૂબંધીના કાયદાની ઐસી કી તૈસી : ભચાઉ અને થરાદમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો


સુરત કોર્ટની બહાર થઈ બબાલ 
રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપે તે દરમિયાન કોર્ટની બહાર બબાલ થઈ હતી. કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડીયા અને જુનિયર ક્લાર્ક વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં દિનેશ કાછડીયાએ પોલીસ કોન્સ્ટેબલ પર ગાળ બોલવાનો આરોપ લગાવ્યો હતો. રોંગ સાઈડ બાઇક પર આવતા કોર્પોરેટરને કોન્સ્ટેબલે રોકતા બબાલ થઈ હતી. ત્યારે દિનેશ કાછડીયાએ કોન્સ્ટેબલને ધક્કો માર્યો હોવાનું કહેવાય છે. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હોવાથી મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ કોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા. જોકે, પોલીસે અંદર પ્રવેશ ન આપતા હોબાળો સર્જાયો હતો.



રાહુલ ગાંધીના સુરતમાં આગમનને પગલે મોટી સંખ્યામા કોંગ્રેસી કાર્યકર્તાઓ સુરતમાં એકઠા થયા છે. એરપોર્ટથી સુરત કોર્ટ સુધી રાહુલ ગાંધી રોડ શો કરવાના છે. તો ગોવર્ધન હવેલી ત્રણ રસ્તા પાસે મોટી સંખ્યામાં કોગ્રેસી કાર્યકરો એકત્રિત થયા છે. જેમાં સુરતના ટેક્સટાઈલ અને કાપડના વેપારીઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. તેમજ વેપારીઓ ટેક્સટાઈલ માર્કેટમાં પ્રવર્તી રહેલી મંદીને લઈ રાહુલ ગાંધીને રજૂઆત પણ કરશે. આમ, સુરતમાં ચાર અલગ અલગ જગ્યાએ સ્વાગત કરાયું.


શું હતો કેસ
લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ પર ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ બેંગલુરુના એક ગામની સભા દરમિયાન 'બધા મોદી ચોર છે' તેવું જાહેરસભામાં કહ્યું હતું. ત્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ મુદ્દે ફરિયાદ કરી હતી. પૂણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ડેફરમેશનનો કેસ કર્યો હતો. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :