Rahul Gandhi Gujarat Visit: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના રંગ હવે દેખાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવાર (21 નવેમ્બર)થી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખે સોમવારે ગુજરાતમાં બે રેલીઓ યોજી હતી. પહેલા તેમણે સુરતમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ રાહુલ ગાંધીનું ભાષણ અટકાવ્યું. વાસ્તવમાં રાહુલ ગાંધી હિન્દીમાં બોલી રહ્યા હતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી તેમના ભાષણનો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા રાહુલ ગાંધી એક પંક્તિ બોલતા હતા અને પછી અનુવાદક બનેલા ભરતસિંહ સોલંકી તેને ગુજરાતીમાં રિપીટ કરતા હતા. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ ભાષણની વચ્ચે જ રોકાઈ જવું પડ્યું હતું. કદાચ આ વાત ત્યાં હાજર લોકોને પસંદ પડી ન હતી.આ દરમિયાન એક વ્યક્તિ સ્ટેજની સામે આવ્યો અને રાહુલ ગાંધીને ગુજરાતીમાં ભાષણ રિપીટ કરવાને બદલે હિન્દીમાં બોલવા જણાવ્યું હતું.


ટ્રાન્સેલટરના વિવાદ પર ભરતસિંહનું નિવેદન
રાહુલ ગાંધીની સભામાં ટ્રાન્સેલટરના વિવાદ પર ભરતસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ટ્રાન્સલેશન કરવાનો મેં પ્રયાસ કર્યો હતો. પણ લોકોને રાહુલ ગાંધીને હિંદીમાં સાંભળવાનું હતુ. લોકોએ રાહુલ ગાંધીને હિંદીમાં સભા માટે કહ્યું હતુ. લોકોની માંગ હોવાથી મેં ટ્રાન્સલેશન કરવાનું બંધ કર્યુ. ભાજપના નેતાઓ લોકોને ગુમરાહ કરી રહ્યા છે. 


ભાજપે શેર કર્યો વીડિયો
BJP એ આ વિડિયો પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેર કર્યો અને લખ્યું કે, આનાથી આગળ અમે બીજું શું કહીએ? તેના જવાબમાં કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનાતે ટિપ્પણી કરી હતી, “કોઈએ વીડિયો જોયા પછી પુછ્યું શું થયું? મેં કહ્યું, તાળીઓના ગડગડાટ સાંભળીને ભાજપના લોકો હચમચી ગયા છે. મારી સંવેદનાઓ!


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube