અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2019ની લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં જલ્દી ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. ગુજરાતમાં 77 વિધાનસભા સીટ પર કોંગ્રેસનો કબજો છે. રાહુલ ગાંધી આ અભિયાન 11 અને 15 જુલાઈએ રાજ્યના પ્રવાસની સાથે શરૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ ગત વર્ષે 2017માં વિધાનસભા ચૂંટણી દરિયાન રાજ્યમાં યાત્રાઓ કરી હતી અને ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનમાં સુધારો થયો અને 77 સીટની યાત્રાનો શ્રેય તેમની યાત્રાને આપવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની 2012માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 54 સીટો મલી હતી જે 2017માં વધીને 77 પર પહોંચી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી ખૂબ આક્રમક દેખાયા હતા અને સરકાર પર પ્રહારો કર્યા હતા. 


રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર જિલ્લાનો પ્રવાસ કરશે. આ વિસ્તારમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ગત વિધાનસભાની ચૂંટણી કરતા વધુ સીટો મળી હતી. આ સાથે રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે. રાહુલ ગાંધી ડિસેમ્બર સુધી ત્રણથી ચાર વાર ગુજરાતના પ્રવાસે આવી શકે છે.