ગૌરવ પટેલ, અમદાવાદ: ધીમે ધીમે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ-કોંગ્રેસ સહિત આપના નેતાઓની ગુજરાત મુલાકાત પણ વધતી જાય છે. બુધવારે આપના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હતા બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે આજે પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવતા ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં પેટ્રોલ - ડિઝલના ભાવ ઘટાડવા અંગે અને જૂની પેન્શન યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે ચૂંટણીને લઇને આગળ કહ્યું હતું કે ગુજરાતમાં ગત વખતે ચૂંટણી લડ્યા હતા તેનાથી પણ વધારે ગંભીર થઇ આ વખતે ચૂંટણી લડી રહ્યા છીએ. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણીના મુદ્દે વધુ ખૂબ ગંભીર છે. મેનિફેસ્ટોમાં એક-એકથી ચઢિયાતી યોજનાનો સમાવેશ કરવામાં આવશે.


અરૂણ જેટલી જીવિત હોત અને સુશીલ મોદી સાઇડલાઇન થયા ન હોત તો બચી જાત ભાજપ-જેડીયૂની સરકાર?


90 દિવસનો કાર્યક્રમ ઘડી નાખવામાં આવ્યો છે અને એક થઇને ચૂંટણી લડવાના છીએ. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે આગળ કહ્યું હતું કે ઝેરી દારૂથી 75 લોકોએ જીવ ગુમાવ્યા છે એ ભાજપનું ગુજરાત મોડલ છે. મુદ્રા પોર્ટ ડ્રગ્સ માફિયા માટે હબ છે. રાજસ્થાન અને છત્તીસગઢ કોંગ્રેસનું મોડલ છે. જે ગુજરાતમાં અગાઉ 27 વર્ષ પહેલાં હતું. પાંચ સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. 


તેમણે કહ્યું હતું કે મને મીડિયાના માધ્યમથી ખબર પડી કે મને પ્રમુખ પદ ઓફર કરાયું છે. મને હાઇકમાન્ડે ગુજરાતના સિનિયર ઓબઝર્વરની જવાબદારી સોંપી છે તે નિભાવું છું. ભાજપ લોકશાહીમાં માનતી નથી ગત ચૂંટણીમાં સુરતના વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમારી સરકાર બનશે તો મોંઘવારી અને રોજગારીનો મુદ્દો પ્રાયોરિટી બનશે. ગુજરાતમાં ચૂંટણી જીત્યા બાદ પણ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં આવે છે, આ ગુજરાત મોડલ છે આવું માત્ર ગુજરાતમાં જ થાય છે. અમે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે 11 સપ્ટેમ્બર પહેલાં પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે અશોક ગેહલોતે અમદાવાદની મુલાકાત લીધી હતી. તે દરમિયાન ધારાસભ્યો સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં કેસી વેણુગોપાલ અને અશોક ગેહલોતે ધારાસભ્યોને ઠપકો આપ્યો હતો અને ચેતવણી પણ આપી હતી. તમામ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં સક્રિયતા વધારવા સૂચના આપવામાં આવી હતી. કે સી વેણુગોપાલે ધારાસભ્યો પાસે કામનો હિસાબ માંગ્યો હતો. લઠ્ઠાકાંડ અને મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન ન કરનારને ઠપકો પણ આપ્યો હતો.  AAPને લઈ અશોક ગેહલોતે ધારાસભ્યોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સક્રિયતા વધારો નહિ તો પતિ જશો તેવી ચેતવણી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube