ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર અમદાવાદ આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની બેરોજગારને રોજગારી આપવાની જાહેરાત પર રાહુલ ગાંધી પર ઓમ માથુરએ પ્રહારો કર્યા કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની દાદીએ ગરીબોને વાયદા કરીને સરકાર બનાવી હતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૌત્રને વર્ષો બાદ ગરીબી યાદ આવી છે. પણ એનો કોઈ ફાયદો છે નહીં લોકોએ નરેન્દ્ર મોદીને પસંદ કરી લીધા છે. જો કે ગુજરાતમાં ટિકિટ ફાળવણીને લઈ ચાલતા વિવાદ મામલે જણાવ્યું હતું કે, ટિકિટ ફાળવણી પર કોઇ વીરોધ નથી બે ચાર દિવસમાં બાકી રહેલી સીટો પર ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવશે.


છોટાઉદેપુર કોંગ્રેસના ઉપાઘ્યક્ષ અશોક પંજાબીનો બફાટ, ’PM મોદી રાવણના વંશજ’



લોકસભાની ચૂંટણીને લઇને ઓમ માથૂર દ્વારા ગુજરાત પર વિશેષ ધ્યાન આપાવમાં આવી રહ્યું છે. ગુજરાતમાં ટિકિટને કોઇ પણ વિવાદ નથી. ઉમેદવારને લઇને કોઇપણ વિવાદ નથી. ગુજરાતના જાહેર કરાયેલા તમામ ઉમેદવારો જીત હાલસ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.