Valsad Rape With Murder Case, ઝી બ્યુરો/વલસાડ: વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ગામમાં કોલેજીયન યુવતીના રેપ વિથ મર્ડર ની આ સંનસનીખેજ ઘટનામાં પોલીસને આખરે મોટી સફળતા મળી છે. દસ દિવસ બાદ પોલીસે આ જઘન્ય ગુનાના આરોપીની અટકાયત કરી છે. આરોપીએ જ ટ્યુશન થી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો. પોલીસની અત્યાર સુધીની તપાસમાં આરોપી મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં પારડીમાં ગુનો આચાર્ય બાદ પણ આ નરાધમે ટ્રેનમા બધું 3 હત્યાઓ સાથે અત્યાર સુધી 5 હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ પોલીસે ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું
વલસાડ જિલ્લાનો બહુચર્ચિત મોતીવાડા રેપ વિથ મર્ડર કેસ ના આરોપી રાહુલસિંહ જાટની ધરપકડ વલસાડ પોલીસે કરી લીધી છે ત્યારે હવે આ રીઢા સિરિયલ કિલર ને કડક મા કડક સજા થાય તે માટે વલસાડ પોલીસ અથાગ પ્રયત્ન કરી રહી છે આજે આરોપી રાહુલ સિંહ જાટ ને સાથે રાખીને વલસાડ પોલીસે ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ રીઢા ગુનેગારને કોર્ટે પણ દસ દિવસના રિમાન્ડ આપ્યા છે. 


આ રિમાન્ડ દરમિયાન ઘટનાને લઈને તમામ પુરાવા એકત્ર કરવાની કામગીરી વલસાડ પોલીસ કરી રહી છે જેને લઈને વલસાડ જિલ્લા પોલીસ વડાએ એક એસ.આઈ.ટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં બે ડીવાયએસપી અને પાંચ પીઆઇ નો સમાવેશ કરવામાં આવ્યો છે જે સમગ્ર ઇન્વેસ્ટિગેશનનો સુપર વિઝન કરશે આ સાથે જ આજથી જ ડીવાયએસપી બી.એન. દવે ની આગેવાની મા કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે આ ગુનેગારને સાથે રાખીને વલસાડ પોલીસ મોતીવાડા ગામ પહોંચી હતી ત્યાં જે તે સમયે બનાવ વાળી જગ્યાએ આરોપીને સાથે રાખીને ઘટના નું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 


દૂધ અને પાણીની બોટલ ખરીદી પાછો લાશ પાસે આવ્યો હતો
મોડી રાત સુધી ચાલેલા રી-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી રાહુલ જાટે જણાવ્યું હતું કે યુવતીને પકડીને ગળું દબાવીને હત્યા કર્યા બાદ યુવતીને ઢસડીને વાડ નજીક લઇ જઇ ઉંચકી વાડીમાં ફેંકી દીધી હતી. જ્યાં યુવતીની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો. જ્યાંથી તેણે દૂધ અને પાણીની બોટલ ખરીદી પાછો વાડીમાં યુવતીની લાશ પાસે પરત આવતો હતો, અહીં લોકોની હલચલ હોવાથી તે વાડીમાં છુપાઇ ગયો હતો. બાદમાં મોકો મળતાં આશરે 10 ફૂટ ઉંચી દીવાલ કુદી ભાગી છૂટ્યો હતો. ઉતાવળમાં તેનો સામાન અહીં રહી ગયો હતો. આ બાદ આરોપી ઉદવાડા રેલવે સ્ટેશન અને હાઇવે વિસ્તારમાં રાત્રે દોઢ વાગ્યા સુધી ફરતો રહ્યો હતો.


લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યું!
યુવતીની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચરવા દરમિયાન આરોપીએ પોતાના નખ પણ કાપ્યા હતા. કાપેલા નખ વડે યુવતીના મોબાઇલમાંથી સિમકાર્ડ કાઢ્યું હતું. ત્યારબાદ તે ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો. જ્યાંથી તે દૂધ પાણીની બોટલ ખરીદી વાડીમાં પડેલી યુવતીની લાશ પાસે પરત આવતો હતો આ દરમિયાન સ્થાનિક લોકોની આંબાવાડીની આજુબાજુમાં ગતિવિધિ જોઈને નજીકમાં સંતાઈ ગયો હતો. બાદમાં મોકો જોઇને એક એંગલના સહારે અંદાજિત 10 ફૂટની ઊંચી દીવાલ આરોપી કૂદી ગયો હતો.


આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 નિર્દોષ લોકોની હત્યા કરી
ઘટનાને લઈને મોતીવાળા ગામમાં ભારે ભીડ જમા થઈ ગઈ હતી સ્થાનિક લોકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી હતી તો મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ આરોપીને ઘિક્કારી રહી હતી અને તમામ લોકોની એક જ માંગ હતી કે આરોપીને ફાંસી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે આરોપીએ છેલ્લા 25 દિવસમાં પાંચ નિર્દોષ લોકોની હત્યા કરી છે તો તેમની સાથે બળાત્કાર જેવા કૃત્ય પણ આચર્યું હતું જેને લઈને વલસાડ પોલીસ આરોપીને કડક સજા થાય તેવા પ્રયત્ન કરી રહી છે.. આજે ઘટનાના રિ- કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ઉદવાડા રેલવે સ્ટેશનથી ચાલતા ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. 


કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો તેની વિગતવાર માહિતી આપી
આરોપી કઈ રીતે કાંટાની વાડ કૂદીને યુવતીને લઈ ગયો હતો અને ત્યાં કઈ રીતે ઘટનાને અંજામ આપી હતી તે તમામ પ્રકાર ની માહિતી પંચ સમક્ષ આપી હતી. સાથે જ વલસાડ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યોની અંદરમાં સાથે જ પડોશી રાજ્યોમાં જ્યાં આરોપીની મોમેન્ટ હતી તે અંગેની માહિતી મેળવી અને ક્યાં કોઈ આ પ્રકારના બનાવો બન્યા છે કે કેમ તે અંગેની તપાસ પણ શરૂ કરી છે સીરીયલ કિલર દ્વારા અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગેની તપાસ પણ વલસાડ પોલીસ દ્વારા હાથ ધરાય છે


યુવતી ટ્યુશનથી પોતાના ઘરે જઈ રહી હતી...
નોંધનીય છે કે વલસાડ જિલ્લાના પારડી ના મોતીવાડા ગામમાં રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેકની બાજુમાં એક વાડીમાંથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતી ટ્યુશનથી પોતાના ઘરે જઈ રહેતી આ દરમિયાન તેની સાથે કંઈ અજુગતું બન્યું અને તેનો મૃતદેહ વાડીમાંથી મલી આવ્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લા ભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી. 


10 દિવસ બાદ પોલીસની મહેનત રંગ લાવી
મૃતકના મૃતદેહનું સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા પ્રાથમિક રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ આચરી અને તેનું ગળું દબાવી હત્યા નિપજાવી હોવાનું ખુલાસો થયો હતો . આથી પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ સરું કરી હતી. આરોપીને શોધવા વલસાડ જિલ્લાની એલસીબી ,એસઓજી પારડી પોલીસ સ્ટેશન સહિત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની 10 થી વધુ ટીમો આરોપી સુધી પહોંચવા તપાસ કરી રહી હતી. જોકે આખરે દસ દિવસ બાદ પોલીસની મહેનત રંગ લાવી અને આખરે વાપી રેલવે સ્ટેશનથી આરોપી ની અટકાયત કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી હતી. 


આરોપી રાહુલ સિંગ જાટ મૂળ હરિયાણાનો વતની
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આરોપી રાહુલ સિંગ જાટ મૂળ હરિયાણાનો છે. જે ઘરથી દૂર રહી અને રખડતું ભટકતું જીવન જીવતો હતો અને નશા નો આદી હતો. અગાઉ પણ રાહુલ સિંગના નામે અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. બનાવના દિવસે આરોપીએ ટ્યુશનથી ઘરે જઈ રહેલી પીડિતાનો રેલવે સ્ટેશનથી પીછો કર્યો હતો ત્યારબાદ બનાવવાની જગ્યાએ લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની ગળું દબાવી અને હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે.


એક બેગે સમગ્ર ઘટના પરથી ઉઠાવ્યો પડદો
કેસની તપાસ કરતી પોલીસની ટીમોને ઘટના સ્થળેથી એક બેગ મળી હતી. જેમાં કેટલાક કપડા હતા. આ કપડા આરોપીના હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન વાપી રેલવે સ્ટેશનથી શકમંદ આરોપીના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જેના આધારે પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા અસંખ્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. અસંખ્ય લોકોની પૂછપરછ પણ કરી હતી. આખરે આરોપી પોલીસના હાથે લાગે છે.


આરોપી સુધી પહોંચવા 2000થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા
આરોપીની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા બહાર આવ્યું કે આ ગુનાહિત માનસિકતા ધરાવતો આરોપી મુખ્યત્વે ટ્રેનમાં જ ફરતો રહેતો હતો. જ્યાં ટ્રેનમાં મોકો મળે ત્યાં કિંમતી સામાનની ચોરી કરતો હતો અને નશાનો આદી હતો. આ દરમિયાન તે અનેક ગુનાઓ આચરી ચૂક્યો છે. ચોંકાવનારી વાત એ છે કે મોતીવાડામાં ગુનો આચર્યા બાદ પણ આરોપીએ રેપ અને વધુ બે હત્યાઓ કરી હતી. છેલ્લા 25 દિવસમાં 5 હત્યાઓ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સાતિર આરોપી સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસે ગુજરાત સહિત મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશ સુધીના રાજ્યોમાં તપાસ માટે ટીમો દોડાવી હતી. પોલીસે આરોપી સુધી પહોંચવા 2000થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. 


400થી વધુ પોલીસ કર્મીઓની ટીમ કેસની તપાસમાં જોડાઈ
આ કેસમાં એસપી ડીવાયએસપી પીઆઇ, પી.એસ.આઇ સહિત 300થી વધુ પોલીસકર્મીઓ અને 100 થી વધુ હોમગાર્ડ અને રેલવે પોલીસ મળી 400થી વધુ પોલીસ કર્મીઓની ટીમ કેસની તપાસમાં જોડાઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 હત્યાઓ કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપી મોટેભાગે ટ્રેનમાં જ ગુનાઓને આચરતો હતો. મહિલાઓને અને યુવતીઓને ટાર્ગેટ કરી દુષ્કર્મ કરી હત્યા કરતો હોવાનું પણ ખુલાસો થયો છે. આમ વલસાડ જિલ્લા પોલીસે જ અન્ય રાજ્યોની પોલીસને આરોપીએ કરેલી હત્યા ની કબુલાતની વિગતો આપી છે.


છેલ્લા એક મહિનામાં આચરેલા ગુનાઓની કબુલાત કરી
સીરીયલ કિલર રાહુલ સિંઘ જાટની અત્યાર સુધીની તપાસમાં આરોપીએ છેલ્લા એક મહિનામાં આચરેલા ગુનાઓની કબુલાત કરી છે. અત્યાર સુધી આરોપી પર ચોરી લૂંટ દુષ્કર્મ હત્યા જેવા 13 ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ બહાર આવ્યું છે. જોકે પોલીસની આગામી તપાસમાં હજુ પણ આ સાતીર આરોપીએ આચરેલા અનેક સંસનીખેજ ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે.