અહી કપલને એકાંત મળશે... નું બોર્ડ લગાવીને કપલ બોક્સ ચલાવતુ કાફે પકડાયું
સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ ગુજરાત પોલીસ કપલ બોક્સ માટે એક્ટિવ થઈ છે. રાજ્યભરના કેફેમાં ચાલતા કપલ બોક્સને બંધ કરાવવામાં આવી રહ્યાં છે. જેથી યુવા પેઢી બગડે નહિ. ત્યારે વડોદરામાં પોશ અને યુવાઓથી ધમધમતા વિસ્તારમાંથી કપલ બોક્સ પકડાયુ છે.
રવિ અગ્રવાલ/વડોદરા :સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ ગુજરાત પોલીસ કપલ બોક્સ માટે એક્ટિવ થઈ છે. રાજ્યભરના કેફેમાં ચાલતા કપલ બોક્સને બંધ કરાવવામાં આવી રહ્યાં છે. જેથી યુવા પેઢી બગડે નહિ. ત્યારે વડોદરામાં પોશ અને યુવાઓથી ધમધમતા વિસ્તારમાંથી કપલ બોક્સ પકડાયુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મંગલ મૂર્તિ નામના એપોર્ટમેન્ટમાંથી કપલ બોક્સ પકડાયુ છે. ધ લંચ બોક્સ નામના કેફેમાં છેલ્લા ચાર મહિનાથી કપલ બોક્સ ધમધમતુ હતુ. ત્યારે સયાજીગંજ પોલીસે રેડ કરી કપલ બોક્સમાથી 7 યુગલોને પકડયા હતા. સાથે જ કપલ બોક્સના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે.
આ પણ વાંચો : અમદાવાદની ખાનગી હોસ્પિટલોનું વધુ એક કૌભાંડ, સરકારના રેમડેસિવીર વાપરીને રૂપિયા આપવા ઠેંગો બતાવ્યો
આ કેફેના દરવાજા પર યુવા પેઢીને આકર્ષક લખાણ લખવામાં આવ્યુ હુત. કાફેના દરવાજા પર ‘અહી કપલને એકાંત મળશે’ તેવુ લખાણ લખાયુ હતું. એટલુ જ નહિ, કેફેમા કપલ પાસેથી 1 કલાકના 250 રૂપિયા વસૂલવામાં આવતા હતા. રોજના 20 થી 25 કપલ આ કાફેની મુલાકાત લેતા હતા. આમ, કપલ બોક્સના સંચાલકો આ થકી હજારો રૂપિયાની કમાણી રોજ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રેમી પંખીડાઓ માટે પ્રાઈવસી આપવામાં આવતી હોવાની અને તેમાં નશાના સેવનથી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સંભવ હોવાની આશંકાને પગલે પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. પોલીસે દરોડા બાદ કાફે નું સંચાલન કરતા સાગર પોલાભાઈ રાવલીયા તેમજ સંચાલક ચેતન પાછા ભાઈ હડિયાની અટકાયત કરી હતી.
આ પણ વાંચો :