ભરૂચ: ભારતીય માનક બ્યુરોની સુરત શાખા કચેરીના અધિકારીઓ દ્વારા બ્યુરોના માન્ય લાયસન્સ વિના બોરિક એસિડ બનાવનાર કંપની મેસર્સ રાસોહમ કેમિકલ્સ, પ્લોટ નંબર ડી-2, સીએચ 374, જીઆઈડીસી, દહેજ, ભરૂચ ઉપર ગુરૂવારે રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કંપની ભારતીય માનક બ્યુરોના લાયસન્સ વિના બોરિક એસિડનું ઉત્પાદન કરતી હતી. દરોડા દરમિયાન બોરિક એસિડનો (7500 કિલોગ્રામ) જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના 17 મે, 2019ના ઓર્ડર નંબર 13028/02/2018-પીપી-1ના મુજબ, 16 મે, 2019થી બોરિક એસિડ ઉપર આઈએસઆઈ માર્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એટલે કે કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના બોરિક એસિડનું ઉત્પાદન અને વેચાણ કરી શકશે નહીં. આવું કરનારાઓ વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ની કલમ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 200000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.


બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વિના આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યુરો સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમથી સામાન્ય જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા પાડતી હોય છે.