ઉદય રંજન/અમદાવાદ :દેશભરના અનેક રાજ્યોના 6 થી 7 શહેરોમાં PFI ના ઘણા સ્થળો પર NIA દ્વારા દરોડા પાડવામા આવ્યા છે. PFI પર NIAની કાર્યવાહીનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં ATS દ્વારા દરોડા પાડવામા આવ્યા છે. ગુજરાત ATSએ આ સંદર્ભે 15 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. PFIના રાજકીય પક્ષ SDPI ના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે વિદેશમાં બેઠેલા લોકો સાથે તાર જોડાયા હોવાની આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Raid on PFI ટેરર ફંડિંગ પર નાકાબંધી કરવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના નિર્દેશ પર દેશની અન્ય એજન્સીઓએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે. આઠ રાજ્યોમાં દરોડા દરમિયાન કર્ણાટકના કોલારમાંથી છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય SDPIના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાંથી 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. PFI ગુજરાતમાં સક્રિય નથી, પરંતુ તેનો રાજકીય પક્ષ SDPI છે. સૂત્રોનું માનીએ તો, જે 15 લોકોની પૂછપરછ કરવામાં આવી છે તેમના તાર વિદેશમાં બેઠેલા કેટલાક લોકો જોડે જોડાયેલા છે. હાલ ગુજરાત ATS તેમની તપાસ કરી રહી છે.



ઉલ્લેખનીય છે કે, ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન સહિત મધ્યપ્રદેશના 6 થી 7 શહેરોમાં PFIના ઘણા સ્થળો પર NIA ના દરોડા પડ્યા છે. દેશના 8 રાજ્યોમાં ચાલી રહેલી આ કાર્યવાહીમાં NIA ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, ગુજરાત, કર્ણાટક, આસામમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પીએફઆઈના બેઝ પર તાબડતોડ દરોડા પાડવામાં આવ્યા છે. એમપીના અડધો ડઝન શહેરોમાં દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે. MP સાથે 7 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, ગુજરાત, કર્ણાટક, આસામમાં NIA નું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. NIA દ્વારા આજના સર્ચ ઓપરેશનમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી IB અને રાજ્ય પોલીસની મહત્વની ભૂમિકા છે.