સુરત-વડોદરા વચ્ચે બ્લોકથી રેલ મુસાફરી પ્રભાવિત, 6 ટ્રન કરાઇ રદ
સુરત અને વડોદરા વચ્ચે આવેલા કોસડા અને ગોઠાણ ગામ વચ્ચે ગડરની કામગીરીને કારણે આજે બપોરે રેલવે દ્વારા 1:50થી 6:30 કલાક સુધી બ્લોક રહેશે. બ્લોકને કારણે કેટલીક ટ્રેનો 30 મિનિટથી લઇને 4 કલાક મોડી પડશે. તો આ બ્લોકના કારણે 6 ટ્રેનો રદ કરવામાં આવી છે.
ચેતન પટેલ, સુરત: આજે સુરત અને વડોદરા વચ્ચે આવેલા કોસડા અને ગોઠાણ ગામ વચ્ચે ગડરની કામગીરીને કારણે આજે બપોરે રેલવે દ્વારા 1:50થી 6:30 કલાક સુધી બ્લોક રહેશે. બ્લોકને કારણે કેટલીક ટ્રેનો 30 મિનિટથી લઇને 4 કલાક મોડી પડશે. તો આ બ્લોકના કારણે 6 ટ્રેનો રદ કરવામાં આવી છે. સુરતથી જામનગર ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે જામનગર ઇન્ટરસિટી અમદાવાદથી રવાના કરાશે. મુંબઈ સેન્ટ્રલ- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 3 કલાક મોડી ચાલશે. જેને લઇને રેલ મુસાફરી પ્રભાવિત થશે. વેકેશનના સમયે ટ્રેન મુસાફરીમાં ફેરફરા થવાથી મુસાફરોને ભારે હાલાકીનો સમાનો કરવો પડશે.
વધુમાં વાંચો: ફાની વાવાઝોડાના કારણે જામનગરના 400 પ્રવાસીઓ પુરી નજીક અટવાયા
6 ટ્રેનો રદ્દ કરાય
- સુરત-વડોદરા મેમુ (69109)
- સુરત -વડોદરા મેમુ (69111)
- વડોદરા -સુરત મેમુ (69110)
- ભીલાડ-વડોદરા એક્સ. (22929)
- સુરત-ભરૂચ મેમુ (69171)
- વડોદરા-ભીલાડ એક્સપ્રેસ (22930)
વધુમાં વાંચો: ભ્રષ્ટાચાર ડામવા ACBના સફળ પ્રયત્નો, જાણો છેલ્લા 5 વર્ષનો સમગ્ર અહેવાલ
ટ્રેનો 30 મિનિટથી લઇને 4 કલાક મોડી પડશે
- મુંબઇ સેન્ટ્રલ - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ4 કલાક મોડી
- ચેન્નઇ સેન્ટ્રલ - અમદાવાદ નવજીવન એક્સપ્રેસ3.35 કલાક
- કોચીવલી -ચંદીગઢ કેરલા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ2:30 કલાક
- મુંબઇ -દિલ્હી સરાઇ રોહિલ્લા ગરીબરથ એક્સપ્રેસ2:10 કલાક
- મુંબઇ - અમૃતસર પશ્ચિમ સુપર ફાસ્ટ એક્સપ્રેસ1:50 કલાક
- મુંબઇ -જોધપુર સૂર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ1 કલાક
- મુંબઇ -અમદાવાદ કર્ણાંવતી સુપર ફાસ્ટ એક્સપ્રેસ30 મિનિટ
- રાજકોટ-કોઇમ્બુતુર એક્સપ્રેસ 4 કલાક
- ભાવનગર-કોચીવલી એક્સપ્રેસ 4:30 કલાક
જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...