ઉદય રંજન/અમદાવાદ: ચાલુ ટ્રેનમાંથી પેસેન્જરના કિંમતી માલ સામાનની ચીલ ઝડપ કરતી ગેંગની એ સગીર સાગરત સહીત મહિલાની રેલવે એલસીબીએ ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી મોતનો 'તાંડવ' શરૂ:11 દિવસ બાદ બીજું મોત, આજનો કેસ તમને ધ્રુજારી ઉપાડશે


અમદાવાદ રેલવે પોલીસે ચોરીના કેસમાં એક સગીર આરોપી અને એક મહિલા આરોપીને ઝડપી લીધા છે. આરોપી પાસેથી કુલ 08 મોબાઈલ, 01 લેપટોપ અને સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યા છે. સગીર આરોપી છેલ્લા કેટલાક સમયથી રેલવે સ્ટેશન પર રહીને મોંઘી ચીજ વસ્તુઓની ચીલઝડપ કરતા હતો. કેટલીક વાર ચાલુ ટ્રેને પણ મોબાઈલ કે દાગીના જેવી કીમતી ચીજવસ્તુ ની ચિલઝડપ કરતો હતો અને ત્યારબાદ મોંઘીદાટ ચીજવસ્તુઓને વેચવા માટે તેના સગામાં થતી મહિલા આરોપીને આપી દેતો હતો જેના બદલામાં સગીરને મહિલા આરોપી સારસંભાળ રાખતી હતી અને જરૂર મુજબ રૂપિયા આપતી હતી.


આ અઠવાડિયે ફરી ગુજરાતમાં મેઘો આફત બનશે, જાણો ક્યાં ક્યાં વરસશે કરા સાથે કમોસમી વરસાદ


આરોપીની પૂછપરછ માં સામે આવ્યું છે કે સગીર આરોપી છેલ્લા કેટલાક સમયથી તેના માતા પિતા થી દુર રહેતો હતો અને તેને ચોકલેટ ખાવાની ટેવ હતી જેને કારણે જ્યારે પણ તેની પાસે રૂપિયા ખૂટી જતા હતા ત્યારે તે આવી રીતે રેલવે સ્ટેશન પર જઈને મોંઘી ચીજ વસ્તુઓની ચીલઝડપ કરી લેતો અને એવા જે રૂપિયા ઉપજતા તેની ચોકલેટ ખરીદી ને ખાઈ લેતો હતો. આરોપીને ચોકલેટ એટલી હદે ભાવતી હતી કે ચીલઝડપ કરવા જતો ત્યારે પણ તે વિવિધ ચોકલેટ લઈને જતો હતો.


તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝે તો ભારે કરી! આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી


આરોપી પાસેથી પોલીસે 8.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત સગીર આરોપી સામે આણંદ રેલવે પોલીસ તેમજ અમદાવાદ રેલવે પોલીસમાં નોંધાયેલા ગુનામાં પકડી ચૂક્યો છે. જો કે પોલીસને શંકા છે કે આરોપીની પૂછપરછમાં વધુ ગુનાનો ભેદ ઉકેલી શકે છે.