ઝી બ્યુરો/રાજકોટ: કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શુક્રવારના રોજ રાજકોટની એક દિવસીય મુલાકાતે આવ્યા છે, જ્યાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સંવાદ વિકસિત ભારત @2047 કાર્યક્રમમાં અશ્વિની વૈષ્ણવે હાજરી આપી હતી. રાજકોટમાં અશ્વિની વૈષ્ણવે ઉદ્યોગપતિઓ, નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન આગામી સમયમાં વંદે ભારત બાદ વંદે સ્લીપર અને વંદે મેટ્રો ટ્રેનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાની વાત પણ જણાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2004 થી 2014 સુધી 11માં ક્રમે દેશ રહ્યો
રાજકોટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 1947થી 1990 સુધીની સરકાર ફાઇલ સરકાર રહી છે. ફોર વહીલનું સ્ટીયરીંગ બદલવા પણ કોંગ્રેસના નેતાઓ પાસે દિલ્હી જવું પડતું હતું. પરંતુ હાલ સ્થિતિ બદલાઈ છે. અગાઉ કોંગ્રેસે આર્થિક રીતે પણ સાંકળથી બાંધી રાખ્યો હતો. એટલા માટે દેશ ક્યારેય આર્થિક રીતે આગળ વધ્યો જ નહીં. પરંતુ 2004 થી 2014 સુધી 11માં ક્રમે દેશ રહ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવીને આર્થિક રીતે દેશને મજબૂત કર્યો છે.


વિકસિત ભારત અંગે 3 વર્ષ પૂર્વે નરેન્દ્ર મોદીએ કામ શરૂ કર્યું હતું
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશના આર્થિક વિકાસ કરવામાં કોંગ્રેસ સદંતર નિષ્ફળ રહ્યું છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવીને સૌથી પહેલા બેન્ક સેક્ટરને મજબૂત કર્યું. છેલ્લા 10 વર્ષમાં 11માં ક્રમથી દેશ આર્થિક રીતે 5માં ક્રમે પહોંચ્યો છે. હવે તો ભારત સરકારે ઇન્વેસ્ટમેન્ટ પણ શરૂ કર્યું છે. વંદેભારત અંગે 2017માં ચર્ચા શરૂ થઈ હતી. શરૂઆતના સમયગાળામાં વિદેશમાં જઈ ટેકનોલોજી આયાત કરવાની વાત હતી, પરંતુ નરેન્દ્ર મોદીની સૂચના હતી કે ભારતમાં ક્ષમતા છે. જે અંતર્ગત ડિઝાઇનથી માંડી મેન્યુફેકચરિંગ સહિતની કામગીરી ભારતમાં કરવામાં આવી. 2047 સુધીમાં વિકસિત ભારત અંગે 3 વર્ષ પૂર્વે નરેન્દ્ર મોદીએ કામ શરૂ કર્યું હતું. 


રાજકોટથી અમદાવાદ વચ્ચે 130 કિલોમીટર સ્પીડથી ટ્રેન દોડશે
તેમણે વધુમાં કહ્યું કે, વિકસિત ભારતનો રોડ મેપ અંતર્ગત 100 દિવસનો પ્લાન, 5 વર્ષનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે. વાંકાનેર, પડધરી, ભક્તિનગર અને રાજકોટનું રેલવે સ્ટેશન વર્લ્ડ કલાસ બનવા જઈ રહ્યું છે. રાજકોટથી વડોદરા માટે રેલવે બાયપાસ કાઢવા માટે હાલ વિચારણા ચાલી રહી છે. અશ્વિની વૈષ્ણવે અહીં એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે રાજકોટથી અમદાવાદ વચ્ચે 130 કિલોમીટર સ્પીડથી ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેનના ટ્રેક પર ગાય ફેટલની ઘટનાઓ ઘટી છે. રાજકોટ - અમદાવાદ રેલવે ટ્રેક પર ફેનસિંગ કરવામાં આવશે, જેથી ગાયના ફેટલની ઘટના બંધ થાય. 


2થી 2:15 કલાકમાં રાજકોટ અમદાવાદ સુધી પહોંચી શકાશે
રાજકોટમાં કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટથી વડોદરા જવા માટે હવે અમદાવાદ જવું નહિ પડે. સાણંદ પાસેથી બાયપાસ ટ્રેક બનવવાની કામગીરી ચાલી રહી છે. ભૂમિ અધિગ્રહણ બાબતે કામકાજ ચાલી રહ્યું છે. આગામી સમયમાં 2થી 2:15 કલાકમાં રાજકોટ અમદાવાદ સુધી પહોંચી શકાશે. 1935ના પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીએ હમણાં સેક્શન કરેલ છે. તેમણે જણાવ્યું કે, આજે સમય બદલાયો છે, એટલે રોકેટ હોઈ કે કેમેરા તમામ વસ્તુઓમાં ચિપ્સ લાગે છે. સેમી કંડકટર ઇન્ડસ્ટ્રીઝ માટે નરેન્દ્ર મોદી સરકારે કામ શરૂ કર્યું છે. સેમી કંડકટર માટે કેમિકલની જરૂરિયાત રહે છે. દહેજમાં કેમિકલની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે.