સોમનાથ રેલવે પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, અધિકારીઓ લીલા તોરણે પાછા ફર્યા
સોમનાથ - કોડીનાર સ્પેશિયલ કોમર્શિયલ રેલવે પ્રોજેક્ટને લઈ વિવાદ. ખેડૂતોના વિરોધ છતાં રેલવે અધિકારી સર્વે માટે આવતા ખેડૂતો રોષે ભરાયા. સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ પોલિસ પ્રોટેક્શન સાથે આવેલ અધિકારીને સર્વે કરતા અટકાવ્યા. રેલવેના અધિકારી ગેરકાયદેસર સર્વે માટે આવ્યાનો ખેડૂતોનો આક્ષેપ. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથથી કોડીનારના વડનગર સુધી 40 કી.મી ખાસ નવી માલવાહક બ્રોડગેજ રેલવે લાઈન બનાવવા સરકાર જય રહી છે. આ માટે રેલ્વે બોર્ડ દ્વારા જાહેરનામું પ્રસિઘ્ઘ કરેલા. જેમાં એક વર્ષ અગાઉ ત્રણેય તાલુકાના હજારો ખેડૂતોએ લેખીત વાંઘા અરજીઓ પણ દાખલ કરી છે. આમ છતાં હાલમાં આ કોમર્શીયલ રેલ પ્રોજેકટ માટે ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ફીઝીકલ સર્વેની કામગીરી હાથ ઘરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા સાથે આક્રોશ ફેલાયો છે.
હેમલ ભટ્ટ/ગીર સોમનાથ: સોમનાથ - કોડીનાર સ્પેશિયલ કોમર્શિયલ રેલવે પ્રોજેક્ટને લઈ વિવાદ. ખેડૂતોના વિરોધ છતાં રેલવે અધિકારી સર્વે માટે આવતા ખેડૂતો રોષે ભરાયા. સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ પોલિસ પ્રોટેક્શન સાથે આવેલ અધિકારીને સર્વે કરતા અટકાવ્યા. રેલવેના અધિકારી ગેરકાયદેસર સર્વે માટે આવ્યાનો ખેડૂતોનો આક્ષેપ. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથથી કોડીનારના વડનગર સુધી 40 કી.મી ખાસ નવી માલવાહક બ્રોડગેજ રેલવે લાઈન બનાવવા સરકાર જય રહી છે. આ માટે રેલ્વે બોર્ડ દ્વારા જાહેરનામું પ્રસિઘ્ઘ કરેલા. જેમાં એક વર્ષ અગાઉ ત્રણેય તાલુકાના હજારો ખેડૂતોએ લેખીત વાંઘા અરજીઓ પણ દાખલ કરી છે. આમ છતાં હાલમાં આ કોમર્શીયલ રેલ પ્રોજેકટ માટે ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ફીઝીકલ સર્વેની કામગીરી હાથ ઘરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા સાથે આક્રોશ ફેલાયો છે.
દાહોદ: ઝાડ પર લટકાવેલો ગોળ જે યુવક લાવે તે ઇચ્છે તે યુવતી સાથે લગ્ન કરી શકે છે
માત્ર ત્રણથી ચાર ઔદ્યોગિક એકમોને ફાયદો પહોંચાડવાના એક માત્ર હેતુથી ખાસ કોમર્શિયલ બ્રોડગેજ રેલ પ્રોજેક્ટ તૈયાર થયો છે. જેમાં 1500 થી વધુ ખેડૂતોની અંદાજે 450 હેકટર ફળદ્રુપ જમીનો સંપાદિત થશે. આ ખેડૂતો જમીન વિહોણા બનશે. માત્ર ઐઘોગીક એકમો માટે કૃષીપ્રઘાન દેશના ખેડૂતોના ભોગે રેલવે લાઈન નખાયા બાદ હજારો ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થવાનો ભય છે. જમીન સંપાદનના સર્વે માટે આવેલ રેલવેના અધિકારીએ ખુદ સ્વીકાર કરેલ કે જમીન સંપાદનના જાહેરનામાની અવધી પૂર્ણ થઈ ચૂકી છે. છતાં ઉપરી અધિકારીના આદેશના કારણે સર્વે માટે આવ્યા હતા. સાથે રવિવારની જાહેર રજા હોવા છતા અને ડી.એલ.આરને સાથે રાખ્યા વિના આવ્યાનું પણ સ્વીકાર કરેલ. જો કે ખેડૂતોનો વિરોધ જોઈ પોલીસ પ્રોટેક્શન સાથે સર્વે માટે આવેલ અધિકારી ટીમ સાથે પરત ફરી ગયા હતા.
જૂનાગઢમાં ઘાતક હથિયારો સાથે ઝડપાયા 2 શખ્સ, પોલીસે લોકોને અફવા નહી ફેલાવા કરી અપીલ
આ માલવાહક રેલ પ્રોજેક્ટમાં ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના 19 ગામોના 1500 થી વધુ ખેડૂતોની ફળદ્રુપ જમીનનો લેવાશે ભોગ. હજારો ખેડૂતો જમીન વિહોણા બનશે ત્યારે ખેડૂતો એ કોઈ પણ ભોગે રેલવે લાઈન ન નાખવા દેવા હાકલ કરી છે. જરૂર પડે તો આંદોલનની પણ ત્યારી દર્શાવી છે. આગામી દિવસો મા મરણીયો જંગ ખેલવા ની પણ ખેડૂતો તૈયારી દર્શાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube