અમદાવાદઃ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે રેલવે સેવાને પણ અસર થઈ છે. ખાસ કરીને વડોદરાના બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે. જેના કારણે કુલ ત્રણ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનના રૂટ ડાઈવર્ટ કરવામાં આવી છે. આ સ્થિતિ 26 ઓગસ્ટની છે. તમે પણ જાણો વરસાદને કારણે કઈ-કઈ ટ્રેનને અસર થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રદ કરાયેલી ટ્રેનો:


 09400 – અમદાવાદ – આણંદ મેમુ ટ્રેન 
 09315 - વડોદરા - અમદાવાદ મેમુ ટ્રેન 
 09274 – અમદાવાદ – આણંદ મેમુ ટ્રેન 


ડાઇવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:


આણંદ - ડાકોર - ગોધરાથી અમદાવાદ - નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસનો રૂટ બદલાયો


વેરાવળ-જબલપુર એક્સપ્રેસનો રૂટ આણંદ-ડાકોર-ગોધરા બદલાયો. 


ગાંધીધામ - ઈન્દોર શાંતિ એક્સપ્રેસનો રૂટ બદલીને વાયા આણંદ - ડાકોર - ગોધરા.


અમદાવાદ - પટણા સુપરફાસ્ટ એક્સપ્રેસનો રૂટ બદલીને આણંદ - ડાકોર - ગોધર થઈ ગયો.


અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા થઈને ડાયવર્ટ કરવામાં આવી. 


અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ રૂટ આણંદ-ડાકોર-ગોધરાથી બદલાયો


વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસને ગોધરા-ડાકોર-આણંદ થઈને ડાયવર્ટ કરવામાં આવી.


ઓખા - એર્નાકુલમ એક્સપ્રેસ આણંદ - ડાકોર - ગોધરા થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. 


અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે