ઝી બ્યુરો/ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં ટૂંક સમયમાં પાંચ નવી રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે. જી હા...પશ્ચિમ રેલવેનું અમદાવાદ ડિવિઝન સાબરમતી, આંબલી રોડ, મહેસાણા, ભુજ અને ગાંધીધામ સ્ટેશન પર આ રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરશે. આ વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરાં જૂના, બિનઉપયોગી ટ્રેનના કોચમાંથી બનાવવામાં આવશે. તે ઇન્ડોર અને આઉટડોર બંને બેઠકો હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં રેલ કોચ રેસ્ટોરાં બનાવવા જઈ રહ્યું છે. પ્રવાસીઓની સુવિધાઓને વધારવા માટે ‘રેલ કોચ રેસ્ટોરાં’ શરૂ કરવા જઈ રહ્યું છે. આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે,” જે બિન ઉપયોગી ટ્રેન કોચને સ્ટાઇલિશ, વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરાં રૂપાંતરિત કરશે.” રેલ કોચ રેસ્ટોરાં 24 કલાક કાર્યરત રહેશે, જે પ્રવાસીઓ અને શહેરના આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ભોજન પૂરું પાડશે. આ ઉપરાંત, ટેક-અવે કાઉન્ટર્સ સુવિધા ઉમેરશે, જેનાથી મુસાફરો હરતા-ફરતાં ઝડપથી ઓર્ડર આપી શકશે.



અમદાવાદ ડિવિઝનના અધિકારીના જણાવ્યાનુસાર આ પહેલનો ઉદ્દેશ પ્રવાસીઓને વૈભવી કોચમાં સ્વાદિષ્ટ ભોજનનો અનુભવ પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. રેલવેના નવીન અભિગમના ભાગરૂપે જૂના કોચમાં અત્યાધુનિક ડિઝાઇન, એટેચ કિચનવાળી રેસ્ટોરાં હશે. રેલ કોચ રેસ્ટોરાંમાં ફૂડપ્રેમીઓને શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરાવનાર હશે. સમગ્ર પર્યાવરણને અનુકૂળ વાતાવરણને વધારવા માટે બાળકો માટે એક ફન ઝોનનો પણ સમાવેશ કરવામાં આવશે.