લાંબા વિરામ બાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદનું આગમન
ગુજરાતમાં વાદળો જાણે રિસાઈ ગયા હોય તે રીતે વરસાદ જાણે ગાયબ થઈ ગયો છે. પણ શનિવારે બપોર બાદ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. અમરેલી, ડાંગ, સુરત, સાવરકુંડલામાં વરસાદની રિએન્ટ્રી થતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા છે. તો બીજી તરફ, આ પંથકના ખેડૂતોમાં પણ ખુશી છવાઈ ગઈ હતી.
અમદાવાદ :ગુજરાતમાં વાદળો જાણે રિસાઈ ગયા હોય તે રીતે વરસાદ જાણે ગાયબ થઈ ગયો છે. પણ શનિવારે બપોર બાદ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. અમરેલી, ડાંગ, સુરત, સાવરકુંડલામાં વરસાદની રિએન્ટ્રી થતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા છે. તો બીજી તરફ, આ પંથકના ખેડૂતોમાં પણ ખુશી છવાઈ ગઈ હતી.
આક્રમક થઈને બોલ્યા રૂપાણી, ‘MPના CM-મંત્રીને ચેતવણી આપું છું, નર્મદા પાણી પ્રશ્ને રાજકારણ ન કરે’
ક્યાં ક્યાં વરસાદ પડ્યો
- લાંબા વિરામ બાદ સાવરકુંડલા તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ છે. જાંબાળ, કૃષ્ણગઢ, અભરામપરા, ગાધકડા, શાંતિનગર સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાયેલી જોવા મળી.
- ગઢડા તાલુકાના ઢસાગામે મેઘરાજાનું આગમન થયું. છેલ્લા ઘણા દિવસોના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો બીજી તરફ, ઢસા તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.
- અમરેલીના ધારીના ગીર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગીરના જંગલ તેમજ ધારીના સુખપુર ગામે ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
- ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. આહવા અને સુબીરમાં ધોધમાર વરસાદ વરસતા લોકોમાં રાહત જોવા મળી.
- અમરેલીના બાબરા પંથકમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. બાબરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા.
- સુરતના કતારગામ, વેડરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભારે બફારા બાદ આખરે વાતાવરણમાં ઠંડક જોવા મળી
- રાજકોટમાં બપોરના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અસહ્ય બફારા બાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાયો. જોકે, એક વરસાદી ઝાપટાથી વાતાવરણમાં અસહ્ય બફારો વધ્યો છે. જેથી રાજકોટવાસીઓને વરસાદમાં ક્યાંય રાહત મળી નથી.
આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલ બનાવાયા, તો લાલજી ટંડનને મધ્યપ્રદેશના...
લાગે છે કે, મેહુલિયો ગુજરાત પર આજે મહેરબાન થયો છે. ગત અઠવાડિયામાં હવામાન વિભાગે પાંચ દિવસ વરસાદ ન પડવાની આગાહી કરી હતી. પરંતુ એ પાંચ દિવસ પૂરા થઈ ગયા છે. ત્યારે હવે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસુ બેસ્યુ હોવા છતા આકાશમાંથી વાદળો ગાયબ થઈ ગયા છે. વરસાદ ગાયબ થઈ ગયો છે. જેને કારણે વાતાવરણમાં અસહ્ય ગરમી છવાયેલી છે. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :