ગાંધીનગરઃ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જમાવ્યા પ્રમાણે આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાદ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને દીવમાં વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. 


આ પણ વાંચોઃ જૂનાગઢમાં દાતાર રોડ પર બિલ્ડિંગ ધરાશાયી દુર્ઘટનામાં બે લોકોના મોત, બચાવ કામગીરી જારી


કાલથી વરસાદનું જોર ઘટશે
રાજ્યમાં વરસાદ અંગે આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી છે. વલસાડ, ભરૂચ, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં કોઈ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 83 ટકા પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 20 ટકા વધુ વરસાદ થયો એટલે કે કુલ 120 ટકા વરસાદ પડ્યો છે. 


હવામાન વિભાગે કહ્યું કે આવતીકાલ એટલે કે મંગળવારથી ભારે વરસાદની શક્યતા ઓછી છે. વિભાગે દરિયો તોફાની રકહેવા અને ભારે પવન ફુંકાવાની સંભાવના જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. નોંધનીય છે કે રાજ્યમાં વર્તમાનમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. હવામાન વિભાગે કહ્યું કે માત્ર મોન્સૂન ટ્રોફ પસાર થી રહ્યું છે, જેના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube