Gujarat Weather Forecast :  ગુજરાતમાં લોકો મેઘરાજાની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યમાં ખુબ ઓછો વરસાદ પડ્યો છે. કેટલીક જગ્યાએ જરૂર છુટોછવાયો વરસાદ પડ્યો છે. પરંતુ જૂનના અંત બાદ સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડ્યો નથી. તેવામાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદનો વર્તારો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદી ટ્રફ લાઈન ગુજરાતના માથા પર 
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં દરિયો પણ તોફાની બનશે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને ભારે વરસાદ આવશે. આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. 


રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી 
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી ,જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે. તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. ગત જુન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ રહી હતી. જુન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈતો હતો. તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો.


અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ
જુનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યાં છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે. અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યાં છે. જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે. વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવશે. આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે. 


આ પણ વાંચોઃ આ વર્ષે કેવો પડશે વરસાદ? જામનગરના આમરામાં કુવામાં રોટલો પધરાવી કરાઈ મોટી આગાહી


શું બોલ્યા અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. અંબાલાલ દ્વારા 8થી 11 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે 15 જુલાઈએ બંગાળના ઉપરવાસમાં સિસ્ટમ સક્રિય થશે એટલે ગુજરાતમાં 17થી 24 જુલાઈ સુધી સારો વરસાદ થશે. 


અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળના ઉપરવાસમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં 17થી 24 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા છે. 


11 જુલાઈ સુધી આ જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં 8, 9 અને 11 જુલાઈએ પણ વરસાદ થવાની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગો, બોટાદ, ભાવનગર, મધ્ય ગુજાત, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે.