Rain Alert: આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે મેઘરાજાનું આગમન
ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્રણ કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડશે.
ગાંધીનગરઃ રાજ્યમાં ફરી વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ સિવાય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે પણ વરસાદની આગાહી કરી હતી. આવતીકાલથી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
ત્રણ કલાક માટે આગાહી
હવામાન વિભાગ પ્રમાણે આગામી ત્રણ કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહેસાણા, મહીસાગર, છોટાઉદેપુર, રાજકોટ, જામનગર અને દ્વારકામાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
તો હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે અમદાવાદ, પાટણ, વડોદરા અને સુરેન્દ્રનગરમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સિવાય ખેડા, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાદ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચોઃ ફરી સાચવજો! અંબાલાલ પટેલ આવી ગયા છે મેદાનમાં : ભુક્કા બોલાવે તેવા વરસાદની કરી આગાહી
શું છે અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણીથી તરબોળ થશે. સાથે જ આંબાલાલ પટેલે કહ્યું છે કે, 17 જુલાઈ બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ આફત રૂપ બની શકે છે. તો હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube