Gujarat Weather : ગુજરાતમાં આગાહી મુજબ વરસાદ આવી ગયો છે. ગત રોજ અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ આવ્યો હતો. હજુ 3 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે આગાહી આપી છે. છોટાઉદેપુરમાં કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ વચ્ચે વીજળી પડતાં એક યુવતીનું મોત નિપજ્યું છે. નવા રામપુરામાં નીતા રાઠવા નામની યુવતી કુદરતના પ્રકોપનો ભોગ બની હતી. રાજ્યમાં અચાનક આવી પહેલા વરસાદથી ગરમીથી આંશિક રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજી પણ રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં ક્યાં વરસાદની આગાહી


  • 13 એપ્રિલે ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,ગીર સોમનાથ,કચ્છમાં આગાહી

  • 14 એપ્રિલે સાબરકાંઠા,અરવલ્લી,દાહોદ,છોટાઉદેપુર,નર્મદા,ગીર સોમનાથમાં આગાહી

  • 15 એપ્રિલે સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર અને દાહોદમાં આગાહી


ગુજરાતના આ શહેરમાં આવશે 1 લાખ કરોડનું મોટું રોકાણ, કોડીના ભાવની જમીનના કરોડ થશે


17 તારીખ બાદ ગરમી વધશે
કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમણે કહ્યું કે, 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. તો 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે. 


છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ તાપમાન
અમદાવાદ 38.5 ડિગ્રી 
ગાંધીનગર 39.0 ડિગ્રી
ડીસા 39.6 ડિગ્રી
ભુજ 41.2 ડિગ્રી
રાજકોટ 40.3 ડિગ્રી
સુરેન્દ્રનગર 40.8 ડિગ્રી
કંડલા 38.7 ડિગ્રી
વડોદરા 38.8 ડિગ્રી
કેશોદ 37.8 ડિગ્રી
મહુવા 38.6 ડિગ્રી
ભાવનગર 37.8 ડિગ્રી


અમદાવાદના ફેમસ કેફેની ગંભીર ભૂલ, વેજિટેરિયન પરિવારને નોનવેજ બર્ગર આપ્યું


હવામાન વિભાગની આગાહી શું કહે છે 
આગામી બે દિવસ બાદ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ કે, 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત,ભરૂચ,  સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. તો 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં થંડરસ્ટ્રોમની પણ શક્યતા સાથે ભારે પવન ફૂંકાશે. તો પાંચમા દિવસે સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદમાં વરસાદ આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવેના ત્રણ દિવસ વરસાદ રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, હાલ હિટવેવની શક્યતા નથી.


ટીટોડીએ પહેલીવાર ઊંધા ઈંડા મૂક્યા, ચાર ઈંડા પરથી કરાઈ ચોમાસાની આગાહી


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર પડશે 
તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. 


ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે. 


પિતાની બીમારીનું બહાનુ આપી કોંગ્રેસને ચૂંટણી લડવાની ના પાડનાર રોહન ગુપ્તા ભાજપના થયા