તેજશ મોદી/સુરત: શહેરમાં વરસાદી છાંટા પડતા મેધરાજાની પધરામણી થઇ છે. સુતત વાસીઓમાં મેધરાજાની પધરામણી થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુરતના વેસુના વીઆઇપી રોડ વિસ્તારમાં રાત્રીના સમયે મેધરાજાની પધરામણી થઇ હતી. સુરત વાસીઓએ મેધરાજાની મઝા માણવા માટે રસ્તા પર અને ઘરની અગાસી પર દોડી આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં સમી સાંજથી જ આકાશમાં કાળા વાદળો છવાયા હતા. અને ઠંડા પવનો ફૂકાયા હતા. વાતાવરણમાં ઠંડી પ્રસરી જતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. અને થોડી વાર બાદ મોડી રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં મેધરાજાની એન્ટ્રી થતા લોકોમાં ખુશી જોવા મળી હતી. અને લોકોના વિરહનો અંત આવ્યો હતો.


ચોકાવનારો કિસ્સો: પિતરાઇ બહેને ભાઇના 3 વર્ષના માસૂમ દિકરાની કરી હત્યા



સુરતમાં વરસાદ પડવાની સાથે જ હવે ગુજરાતમાં મેધરાજાની એન્ટ્રી થઇ ગઇ છે. એક બે દિવસમાં સુરત બાદ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અને ચોમાસાની શરૂઆત પણ થઇ શકે છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન કરતા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવીને માછીમારોને દરિયા ખેડવા માટે મનાઇ ફરમાવામાં આવી છે.