રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા આપી સૂચના
ગુજરાતમાં આજે ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે બે લોકોના મોત થયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે મુશ્કેલી ઉભી થઈ છે. આજે રાજ્યના 41 તાલુકામાં વરસાદ પડ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદને પગલે સરકાર પણ સતર્ક થઈ છે. મુખ્યમંત્રીની સૂચનાથી કાર્યકારી મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સ યોજી છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે બે લોકોના મોત થયા છે.
રાજ્ય સરકાર એલર્ટ
ગુજરાતમાં ગરમી વચ્ચે આજે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. કુલ 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બે લોકોના મોત પણ થયા છે. બીજીતરફ મુખ્યમંત્રીની સૂચનાથી કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરે જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ મારફતે તમામ વહિવટી તંત્રને સતર્ક રહેવાની સૂચના આપી છે. રાહત કમિશનર આલોક પાંડેએ આ સમિક્ષા બેઠકની વિગત આપતા કહ્યું કે, રાજ્યમાં કુલ ૪૧ તાલુકાઓમાં બે (૨) મિલિમીટર થી લઇને ૩૮ મિલિમીટર જેટલો વરસાદ વરસ્યો છે.
વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા છે. પવનને કારણે ૨૪૯ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી, તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાની ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા પણ કાર્યકારી મુખ્ય સચિવને સુચના આપી છે.
આ પણ વાંચોઃ નિકોલના PI કેડી જાટ સામે આરોપ લગાવનાર બંને PSI ની તાત્કાલીક અસરથી બદલી
કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક ઉનાળો પાકોને નુકસાન પહોંચ્યું છે.. કેરી સહિતના પાકો પકવતા ખેડૂતો માટે આ અણધારી આફત સમાન છે.. કેમ કે, કમોસમી વરસાદના કારણે પાકોમાં જીવાત અને બગડવાના કારણે મોટું નુકસાનની ભીતિ સેવાય રહી છે.. સૌથી વધારે કેરીને નુકસાન થશે.. હવામાનને કારણે કેરીના ઝાડ પરથી કાચી કેરી ઉતરવાની તેમની નોબત આવી છે.. આ વખતે અંદાજિત 50 ટકા જેટલા કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહીના કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.
41 તાલુકામાં પડ્યો વરસાદ
અમદાવાદ: ગુજરાતમાં હાલ ઉનાળો છે પરંતુ, સોમવારની સાંજે અચાનક એવો માહોલ સર્જાયો કે, ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું.. જી હાં, ગુજરાતના 25 જેટલા જિલ્લાઓમાં ક્યાંક કરા સાથે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકતા ચોમાસુ હોય તેવું વાતાવરણ સર્જાયું.. અમદાવાદ સહિતના શહેરોમાં ધૂળની ડમરીઓ ઊડી અને બાદમાં વરસાદ પડ્યો.. જોકે, ચિંતાની વાત એ છેકે, આ વરસાદથી ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે.
આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમીની સીઝનમાં ચોમાસું આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોમવારે બપોર બાદ અચાનક વરસાદ પડ્યો હતો. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે.