Gujarat weather update: ચાલુ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું અને ગુજરાતમાં પણ વહેલું ચોમાસુ બેસી ગયું હતું. જોકે, હજુ ચોમાસાની વિદાયના કોઈ એંધાણ દેખાતા નથી. કારણ કે, હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. પરંતુ હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે, સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જવાનું અનુમાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહશે. 48 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે (સોમવાર) સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગર માં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 34 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 48 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મતે એક સિસ્ટરમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.


ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામા આવ્યા છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની અગાહીને જોતા હાલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામા આવી છે.


હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે. બંગાળમાં લો-પ્રેશરના કારણે વરસાદની સંભાવના છે. ફરી એકવખત રાજ્યમાં ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદની અગાહી કરાઈ છે. અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube