અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી 13 અને 14 નવેમ્બરના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે અને કેટલાક શહેરોમાં વરસાદ વરસશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીમારીના નામે ચાલતા ગોરખધંધાનો ખુલાસો: તબીબ-લેબ સંચાલકની Audio Clip વાયરલ


હવામાન વિભાગની આગાહી મુજબ, 13-14 નવેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જે મુજબ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છમાં વરસાદ વરસી શકે છે. તો 13 નવેમ્બરના રોજ મોરબી, રાજકોટ, જામનગર વિસ્તારમાં વરસાદી આગાહી છે. તો 14 નવેમ્બરના રોજ બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ જણાવે છે. આમ, આગામી ત્રણ દિવસ બાદ કચ્છ અને બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી છે. 15 નવેમ્બર બાદ ઠંડીની સામાન્ય શરૂઆત થવાની શક્યતા છે.


Photos : મંદિર-દરગાહની એક જ દિવાલ, હિન્દુ-મુસ્લિમો કહે છે, ‘અમારા હૃદયમાં કોઇ દિવાલ નથી’


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહા વાવાઝોડાની અસરને પગલે ગુજરાતભરમાં વરસાદ વરસ્યો હતો. જોકે, મહાની અસર તો હવે ગુજરાતમાં નથી. પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ વરસવાનો છે. ત્યારે ગુજરાતના ખેડૂતો ફરીથી આ કમોસમી વરસાદ રડાવી શકે છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube