ગાંધીનગરઃ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે. બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થવાનો છે. આ સાથે આગામી 16 અને 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી કુલ 56 ટકા વરસાદ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો ચિંતામાં
એક તરફ રાજ્યમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ મોડો થતા વાવણી પણ મોડી થઈ હતી. વાવણી કર્યા બાદ વરસાદનો બીજો રાઉન્ડ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે. દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય ભાગમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો નથી. તેથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સતત ચિંતા થઈ રહી છે. 


રાજ્યમાં અત્યાર સુધી 56 ટકા વરસાદ
સમગ્ર ગુજરાતમાં ચોમાસા દરમિયાન 56 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. તો સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે. કચ્છમાં સીઝનનો માત્ર 12 ટકા જેટલો વરસાદ થયો છે. તો ઉત્તર ગુજરાતમાં 29 ટકા અને સૌરાષ્ટ્રમાં 60 ટકા જેટલો વરસાદ પડ્યો છે. બીજીતરફ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 78 ટકા વરસાદ થયો છે.