• ઉત્તર અને દક્ષિણ ગુજરાતના માછીમારો માટે હવામાન વિભાગે દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. આ વિસ્તારમાં 11 તારીખથી 14 તારીખ સુધી દરિયાઇ કાંઠે 45 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. ત્યારે માછીમારોને આ વિસ્તારમાં દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી


હિતલ પારેખ/ગાંધીનગર :હવામાન ખાતાની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું (gujarat rain) ફરીથી એક્ટિવ થયું છે. ગુજરાતમાં વરસાદના બીજી ઈનિંગની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ધોરાજીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, દહેજમાં બિલ્ડીંગ પાછળ મળેલા હાડકા કોના?


ડાંગ-વલસાડમાં 3 ઈંચ વરસાદ 
આહવા ડાંગ અને વલસાડના ધરમપુરમાં 3 ઇંચ કરતા વધારે વરસાદ (monsoon update) નોંધાયો છે. તો નર્મદાના નાંદોદ અને સુરત સિટીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દાહોદ અને વલસાડના ઉમરગામમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ (rain) પડ્યો છે. 


આ પણ વાંચો : નીતિન પટેલે કહ્યું, ‘કોરોનાની ત્રીજી લહેરના સપના આવે છે તો ઉઠી જાઉં છું’  


બનાસકાંઠામાં વીજળી પડતા મહિલાનું મોત 
તો બીજી તરફ, બનાસકાંઠાના ડીસામાં મોડી રાત્રે ગાજવીજ વરસાદ સાથે વીજળી પડી હતી. ડીસાના ચંદ્રલોક સોસાયટીમાં વીજળી પડતાં એક મહિલાનું મોત નિપજ્યું છે. વિજાબેન રબારી નામની 34 વર્ષીય મહિલાનું મોત થયુ છે. આ સાથે જ તેમના બે માસુમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. તેમના મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે.


આ પણ વાંચો : ગુજરાતમાં બન્યુ દૂબઈ જેવું વર્લ્ડક્લાસ એક્વિરિયમ, PM મોદી જલ્દી જ કરશે ઉદઘાટન


વરસાદની આગાહી
હવામાન ખાતાના અપડેટ અનુસાર, શનિવારથી રાજ્યના વિવિધ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. તો સૌરાષ્ટ્રમાં પણ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી અસર જોવા મળશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ આવી શકે છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. જેથી 11 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. 



ભારે વરસાદથી માછીમારોને એલર્ટ 
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના માછીમારો માટે હવામાન વિભાગે દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. આ વિસ્તારમાં 11 તારીખથી 14 તારીખ સુધી દરિયાઇ કાંઠે 45 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. ત્યારે માછીમારોને આ વિસ્તારમાં દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.