હિતલ પારેખ/મુસ્તાક દલ, ગાંધીનગર/જામનગર: રાજ્યમાં દિવસ દરમિયાન 195 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં અવિરત મેઘ મહેર જોવા મળી રહ્યો છે. જામનગરના કાલાવડમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જામનગરના કાલાવડમાં દિવસ દરમિયાન અત્યાર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ રાજકોટમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ઉઠી માગ


જામનગરના કાલાવડમાં સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે જામનગરના ધ્રોલમાં પણ વરસાદી માહોલ જામતા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ સાથે શહેરમાં કુલ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના પડધરીમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ સાથે આજે સવારથી 3 ઇંચ વરસાદ નોંધાયો છે.


આ પણ વાંચો:- ગાંધીનગર ઉપવાસ છાવણી પોલીસ છાવણીમાં તબદીલ, 300થી વધુ જવાનો ખડકી દેવાયા


ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફુંકાઇ શકે છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, વલસાડ, દમણ, સુરત, દાદરા નગર હવેલી, જૂનાગઢ, પોરબંદર સહિતની અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે.


આ પણ વાંચો:- આવતીકાલે અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડાં થંભી જશે, જંગીસભા બાદ રાજ્યવ્યાપી આંદોલન


ત્યારે હવામાન વિભાગની આગાહીની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ચાર ટીમ સૌરાષ્ટ્ર મોકલવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં એનડીઆરએફની એક-એક ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube