બ્રિજેશ દોશી/ અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રીક વરસાદ (Rain) પડી રહ્યો છે. રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ (Heavy Rain) નોંધાઇ રહ્યો છે. ત્યારે આજ સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 91 તાલુકામાં (Tauka) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદનાં (Ahmedabad) કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંય ઓછો વરસાદ પડી ચુક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંજે 4 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ
સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 91 તાલુકામાં (Taluka) વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહુવા (Mahuva) અને લણાવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ (Rain) ખાબક્યો છે. ડીસા (Deesa) અને વીરપુરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ચાણસ્મા, સરસ્વતી, મોરવાહડફમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ (Heavy Rain) છે.


આ પણ વાંચો:- પાલનપુરમાં ધોધમાર વરસાદથી કાગળની જેમ તૂટ્યો પુલ, જુઓ Live Video


રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે પંચાયત હસ્તકના 7 રસ્તા બંધ થઈ ગયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા અને ભાવનગર જિલ્લાના 7 રસ્તાઓ બંધ થયા છે. બનાસકાંઠામાં 1, પાટણમાં 5 અને ભાવનગરમાં 1 રસ્તો બંધ થયો છે. જો કે, પાલનપુર તાલુકાના વેડંચાથી હોડા ગામને જોડતો લડબી નદી પરના પુલનો રોડ પ્રથમ વરસાદમાં કાગળની જેમ તૂટી પડ્યો હતો.


આ પણ વાંચો:- નિશુલ્ક રસીકરણની આજથી શરૂઆત, કોરોના સામેની લડાઈમાં ઐતિહાસિક નિર્ણય: અમિત શાહ


જો કે, અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. શહેરના શિવરંજની ચારરસ્તા, જોધપુર, નહેરૂનગર, એલિસબ્રીજ, એએમસી, ગીતા મંદિર, આશ્રમ રોડ, નારણપુરા, હેલ્મેટ સર્કલ, અંધજન મંડળ, શ્યામલ, અને ચાંદખેડા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube