અમદાવાદ: ગુજરાતભરમાં આગામી 24, 25 અને 26મી જૂલાઇએ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશર બનવાના કારણે સાયકલોનીક સિસ્ટમ વીક થઇ છે, જેના કારણે સારો વરસાદ વરસી શકે છે. તેમજ અમદાવાદમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ 49 ટકા વરસાદ નોંધાયો છે, જે ગત વર્ષની સરખામણી કરતા સારો વરસાદ કહી શકાય. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત બનાસકાંઠા,પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ,પંચમહાલ, ગાંધીનગર, અને અમદાવાદમાં સારો વરસાદ પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર ઈનિંગ શરૂ કરી છે. મેઘરાજાએ શહેના અનેક વિસ્તારોને પાણી પાણી કર્યા છે. ત્યારે એસ.જી હાઈ-વે પર પણ ધોધમાર વરસાદ વરસતાંરસ્તાઓ પર  પાણી ફરી વળ્યા છે. થોડા વરસાદમાં જ પાણી ભરાતાં લોકોમાં રોષ પણ જોવા મળ્યો. જો કે, લાંબા સમયથી વરસાદની રાહ જોતા અમદાવાદવાસીઓએ વરસાદમાં પલળવાનો આનંદ પણ માણ્યો હતો. 


અમદાવાદમાં અનરાધાર વરસાદથી તમામ વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. સતત વરસાદના કારણે એસ. જી. હાઈવે, જમાલપુર, માણેકબાગ, નહેરૂનગર, રેડિયો સીટી રોડ, સરસપુર, વેજલપુર, બાપુનગર, વાળીનાથ ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા કેટલાક વાહનો બંધ થઇ ગયા જેના પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ વરસાદના કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો. લગભગ એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. કર્ણાવતી ક્લબની સામે જાણે તળાવ ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.