Gandhinagar માં પવન સાથે વરસાદી ઝાપટું, અસહ્ય ઉકળાટમાંથી મળ્યો છુટકારો
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લામાં પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હિતલ, પારેખ ગાંધીનગર: ગુજરાત (Gujarat) માં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે. દિન પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત પરિવર્તનના પગલે દક્ષિણ પશ્ચિમના પવનો અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 16 જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ત્યારે ગાંધીનગર (Gandhinagar) માં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પવન સાથે વરસાદી છાંટા પડતાં અસહ્ય ઉકળાટમાંથી ગાંધીનગરને રાહત મળી છે. ચોમાસામાં જે પ્રકારે વરસાદ વરસે તે પ્રકારે વરસાદ વરસતાં ગાંધીનગરવાસીઓને બફારામાંથી છુટકારો મળ્યો છે. જોકે એકાદ જોરદાર વરસાદી ઝાપટું આવીને વરસાદ બંધ થઇ ગયો હતો.
Ahmedabad ની આસપાસ રહો છો તો તમારે ભરવો પડશે Tax, 1500 લોકોને ફટકારી નોટીસ
હવામાન વિભાગ (Meteorological Department) ના બુલેટીનમાં જણાવ્યા અનુસાર બુલેટીનમાં જણાવ્યા અનુસાર, આગામી 12થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લામાં પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ સહિતનાં મધ્ય ગુજરાતનાં જિલ્લાઓમાં પણ વરસાદની વકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube