Rain In Gujarat: રાજ્યમાં 99 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરગામ અને વાપીમાં સવા 9 ઇંચ ખાબક્યો
રાજ્યમાં 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું ફરીથી એક્ટિવ થયું છે.
હિતલ પારેખ, ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા વલસાડ (Valsad) માં ભારેથી અતિભારે વરસાદ (gujarat rain) ની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે રવિવારની સવારે વલસાડ (Valsad) મા ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું ફરીથી એક્ટિવ થયું છે.
આ સાથે જ સૌથી વધુ વરસાદ વલસાડ અને વાપી (Vapi) માં સવા નવ ઇંચ નોંધાયો છે. જ્યારે સુરતના કામરેજ, બારડોલી અને પલસાણામાં 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો આ તરફ સુરત શહેરમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના વલસાડ અને મહુવા તાલુકા અને વાપીના દોલવણ તેમજ નવસારીના જલાલપુરમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.
First time in the country: ડોક્ટરોએ કેન્સરગ્રસ્ત બાળકીના પગના હાડકામાંથી જડબું બનાવી સર્જરી કરી
દક્ષિણ ગુજરાત (South Gujarat) ના અનેક શહેરોમાં વરસાદ પડ્યો છે. સુરત, વલસાડ, નવસારીમાં વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ આવતા જ વાતાવરણમાં બફારો ઓછો થયો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે.
રાજ્ય (Gujarat) માં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર તાલુકામાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 20 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તો આ તરફ 30 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. તો રાજ્યના 43 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
આજથી ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે 6 થી 8 દરમિયાન 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube